(એજન્સી) તા.૧ર
ઈઝરાયેલ ડ્રગ ઉત્પાદક કંપની ફાઈઝર ઈન્ક. સાથે તેની સંભવિત કોવિડ-૧૯ રસી અંગે વાતચીત કરી રહ્યું છે. જો કે, તેણે હજુ સુધી કોઈપણ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી એમ પ્રધાનમંત્રી નેતાન્યાહુએ જણાવ્યું. રોઈટર્સનો બુધવારે અહેવાલ. ફાઈઝરે સોમવારે જણાવ્યું હતું કે, તેની પ્રાયોગિક કોવિડ-૧૯ રસી ૯૦ ટકાથી પણ વધુ પ્રમાણમાં અસરકારક છે. આ રોગચાળા અને મહામારી સામે લડવામાં એક મોટી જીત છે, જેના કારણે ૧૦ લાખથી પણ વધુ લોકોના ભોગ લેવાયા છે. વૈશ્વિક અર્થતંત્રને સખત માર પડયો છે અને દૈનિક જીવન ખોરવાઈ ગયું છે. અસંખ્ય દેશોએ આ રસીના લાખો ડોઝ પ્રાપ્ત કરવા માટે પહેલાથી જ આ કંપની સાથે કરાર કરી લીધા છે. નેતાન્યાહુએ એક નિવેદનમાં જણાવ્યું કે તેમણે ફાઈઝર કંપનીના સીઈઓ આલ્બર્ટ બુરલા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત પછી, જે ખૂબ જ વ્યવહારિક અને મુદ્દા અનુસાર હતી, મને ખાતરી છે કે અમે ફાઇઝર સાથે કરાર પુર્ણ કરી લઈશું. ઈઝરાયેલે પહેલાથી જ મોડર્ના ઈન્ક કંપની સાથે તેની સંભવિત રસીના ભાવિમાં ખરીદી માટે કરાર કરી લીધા છે અને બીજી અન્ય કંપનીઓ સાથે પણ ચર્ચા કરી છે. તેણે તેના પોતાના રસી ઉમેદવાર પર પણ માનવીય પરીક્ષણો શરૂ કરી દીધા છે.