(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
સંસદમાં વડાપ્રધાન મોદી દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા ઉગ્ર પ્રહાર બાદ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસે મોદીના આક્ષેપોનો જોરદાર જવાબ આપ્યો. મોદીના વાર પર પલટવાર કરતાં રાહુલે કહ્યું કે શા માટે વડાપ્રધાન મોદીને સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ કે રફાલ ડીલ પર એક શબ્દ ન ઉચ્ચાર્યો તેની મને નવાઈ લાગે છે . ગાંધીએ કહ્યું કે મોદી જાહેર મંચ દ્વારા કોંગ્રેસની ગમે તેટલી ટીકા કરી શકે છે પરંતુ સંસદમાં તેમણે અમે રજૂ કરેલા સવાલાનો જવાબો આપવા જોઈએ. અહિં તમારે દેશને જવાબો આપવાના હોય છે. તમે અહી આક્ષેપો ન કરી શકો. રાહુલે એવું પણ કહ્યું કે મોદી ક્યારે રફાલ ડીલ પર ચૂપકીદી તોડીને બોલશે. મોદીએ લોકસભામાં એવું કહ્યું હતું કે મોદીએ કહ્યું કે તમે ભારતના ભાગલા પાડ્યાં. આઝાદીના ૭૦ વર્ષ બાદ કોંગ્રેસે જે ઝેરની બીજ વાયા છે તેનું પરિણામ ૧૨૫ કરોડ લોકો ભોગવી રહ્યાં છે. તમારા પાપે એક પણ દિવસ એવો ગયો નથી કે જને કારણે ભારતના લોકોને શોષાવાનું ન આવ્યું હોય. કોંગ્રેસના સીનિયર નેતા વિરપ્પા મોઈલીપણ કહ્યું કે આ તો મોદીનો જુની આદત છે. તેઓ વિકૃત ઈતિહાસ ધરાવે છે. મોઈલીએ કહ્યું કે મોદીએ જવાહરલાલ નહેરૂની લખેલી ડિસ્કવરી ઓફ ઈન્ડીયા, નહેરૂ ગ્લીમ્પસ ઓફ હિસ્ટ્રી અને ગાંધીજીના મારા સત્યના પ્રયોગો બૂક વાંચવી જોઈએ. કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ કહ્યું કે વડાપ્રધાન મોદી ભયજનક વક્તા બની શકે છે પરંતુ તેમના ભાષણમાં ખોટી રજૂઆત અને અર્ધસત્ય હોય છે.