(એજન્સી) તા.ર૬
સંસદમાં પસાર કરાયેલા ત્રણ શ્રણ કાયદાઓને મજૂરો વિરોધી ગણાવતા કોંગ્રેસે શનિવારે કેન્દ્ર સરકાર ઉપર એવો આરોપ મૂકતા પ્રહાર કર્યો હતો કે નવા શ્રમ કાયદાઓના કારણે કામદાર યુનિયનો તદ્દન નબળા થઇ જશે અને કામદારોની નોકરીની જે સલામતી આપવામાં આવી છે તે પણ દૂર થઇ જશે. સંસદે બુધવારે ત્રણ શ્રમ કાયદાઓ પસાર કર્યા હતા જેમાં ૩૦૦ સુધીના કર્મચારીઓ ધરાવતી નાની કંપનીઓને બંધ કરી દેવા સામેના તમામ પ્રકારના અવરોધો દૂર કરવામાં આવ્યા હતા અને સરકારની પૂર્વ મંજૂરી વિના કામદારો અને મજૂરોને નોકરીમાંથી છૂટા કરી દેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી. યાદ રહે અત્યાર સુધી ફક્ત ૧૦૦ કર્મચારીઓ ધરાવતી કંપનીઓને જ આ પ્રકારની સ્વતંત્રતા હતી. મજૂર વિરોધી કાયદાઓ પસાર કરાવવા બદલ કેન્દ્ર સરકાર ઉપર હુમલો કરતાં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ શ્રમ અને રોજગાર મંત્રી મલ્લિકાર્જૂને કહ્યું હતું કે આ કાયદાથી ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશની પ્રક્રિયા વધશે એવો સરકારનો જે દાવો છે તે તદ્દન ખોટો છે. સરકારે કામદાર યુનિયનોને સાફ કરી નાંખ્યા છે અને કામદારો અને શ્રમિકોની નોકરીની જે સલામતી હતી તેને પણ દૂર કરી નાંખી છે એમ તેમણે ઓનલાઇન પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું. કેન્દ્ર સરકારે આ કાયદાઓની મદદથી રાજ્યોની સત્તા આંચકી લીધી છે એમ તેમણે ઉમેર્યું હતું. તમામ પક્ષોએ આ કાયદાઓનો વિરોધ કરવો જોઇએ. મોદી સરકાર ફક્ત મોટી મોટી કોર્પોરેટ કંપનીઓની વાત જ સાંભળે છે અને આ કાયદાઓનો અમલ શરૂ થઇ ગયા બાદ તે કામદાર યુનિયનોની વાત કે ફરિયાદને પણ નહીં સાંભળે એમ કોંગ્રેસના નેતાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાઓ આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર ક પછી એક એમ સમાજના જુદા જુદા વર્ગોની સાથએ વિશ્વાસઘાત કરી રહી છે. ખેડૂતોને થઇ રહેલા અન્યાયનો મુદ્દો તો હજુ શાંત થયો નથી ત્યાં સરકારે હવે કામદારો અને શ્રમિકોની સાથે પણ ખેડૂતોની જેમ જ વિશ્વાસઘાત કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. સરકારે જ્યારે આ કાયદા માટે સંસદમાં ખરડા દાખલ કર્યા ત્યારે એવું બહાનુ કાઢ્યું હતું કે તેનાથઈ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધશે, પરંતુ તમે બારીકાઇથી જોશો તો માલુમ પડશે કે નવા કાયદામાં શ્રમિકો અને કામદારોની નોકરીઓની સલામતી જ છીનવી લેવામાં આવી છે એમ ખેરાએ કહ્યું હતું.