(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
બજેટ સત્ર દરમિયાન સંસદની કાર્યવાહી ઠપ રહેવાના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ ૧ર એપ્રિલના રોજ પોતાના સાંસદો સાથે ઉપવાસ પર ઉતરશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના હુબલીમાં જ્યારે પીએમ મોદી પોતાના કાર્યાલય ખાતે ઉપવાસ કરશે. બીજેપી ધારાસભ્યો શુક્રવારે ઉપવાસ પર ઉતરશે. પીએમ મોદીએ કોંગ્રેસ પર ભાગલાવાદી નીતિ કરી રહી હોવાનો આરોપ મૂકતા અન્ય વિપક્ષો પર પણ સંસદ ઠપનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, સંસદ ઠપ રહેવાના વિરોધમાં બીજેપી ધારાસભ્યો ૧ર એપ્રિલે ઉપવાસ ઉપર ઉતરશે.
સંસદ ઠપ રહેવાના વિરોધમાં પીએમ મોદી અને અમિત શાહ ૧ર એપ્રિલે ઉપવાસ પર ઉતરશે

Recent Comments