(એજન્સી) રોઈટર, તા.૧૭
અખાતના અરબ દેશોનું સંમેલન જાન્યુઆરી મહિના સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું. સંમેલનમાં ભાગ લેનાર દેશો વચ્ચે કતાર બાબત વિવાદો થતા આ પગલું લેવાયું હતું. અમુક દેશો કતારનો બહિષ્કાર ચાલુ રાખવા પર ભાર મૂકતા સંમેલન મોકૂફ રખાયું હતું. હવે અંતિમ ઉકેલ લાવવામાં સમય લાગશે. સઉદીઅરબ અને એમના સાથીઓએ ૨૦૧૭ના વર્ષમાં કતાર સાથે રાજકીય અને પ્રવાસના સંબંધો તોડી નાંખ્યા હતા. જોકે આ મહિનાની શરૂઆતમાં વિવાદ સમાપ્ત થવાની ધારણા હતી અને સમજુતી હાથવગે દેખાતી હતી.કુવૈત અને અમેરિકા દ્વારા મધ્યસ્થીના પ્રયાસોમાં થયેલ પ્રગતિનું સ્વાગત કરવામાં સામેલ અન્ય દેશો વધુ સાવચેત હતા જેઓ ઈચ્છતા હતા કે અખાતના દેશો ઈરાન વિરૂદ્ધ ભેગા થાય. આ મામલા સાથે જોડાયેલ ચાર સૂત્રોએ કહ્યું કે તેમને આશા હતી કે સંમેલનમાં બધા દેશોને સામેલ કરશે પણ કતારને જેમ ૨૦૧૭થી સામેલ નથી કરવામાં આવતો એજ રીતે આ વર્ષે પણ નિમંત્રણ આપવામાં નહીં આવ્યું હતું. અખાતના એક સુત્રે જણાવ્યું કે સરકારી નેતાઓના શિખર સંમેલન પહેલા મંત્રીઓ દ્વારા અંતિમ સ્વરૂપ આપવાથી અનુમાન હતું કે કતાર સાથે સંબંધો સામાન્ય થઇ જશે અને એરસ્પેસ સમેત બધા પ્રતિબંધો દુર થશે. સૂત્રે કહ્યું કે વસ્તુઓ ઝડપથી આગળ વધી રહી છે પણ હજુ સુધી અદ્ધરતાલ જણાય છે. છેલ્લા ઉકેલ માટે ઘણા બધા મહિનાઓ લાગી શકે છે. એક રાજદૂતે કહ્યું કે સઉદી અરબ પોતાના સાથીઓ કરતા વધુ ઉત્સાહિત જણાયું હતું અને કતાર પણ એક વ્યાપક સમજૂતી માટે તૈયાર રહેવા ઈચ્છતો હતો, ખાસ કરીને એ બાબત ધ્યાનમાં રાખીને કે અમેરિકાના નવા ચૂંટાયેલ પ્રમુખ સઉદી સાથે એક મજબૂત વલણ અપનાવવા સંકલ્પ કર્યો છે. રાજદૂતોએ કહ્યું કે સઉદીઓ બાઈડનને એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ શાંતિ પસંદ લોકો છે અને વાતચીત માટે હંમેશ તૈયાર છે. એમણે કહ્યું કે અખાતના મુખ્ય દેશ એવા સઉદી પોતાના સાથીઓને સમજાવવા માટે સક્ષમ છે. સઉદી અરબ, યુએઈ, બેહરીન અને ઈજિપ્તે કતાર ઉપર ત્રાસવાદ ફેલાવવાના આક્ષેપો મૂકી એમની સાથે સંબંધો તોડ્યા હતા, જે આક્ષેપોનો કતાર દ્વારા ઇનકાર કરાયો હતો.