(એજન્સી) રિયાધ, તા.૭
સઉદીની એક ટીવી ચેનલ અલ અરેબિયાએ સઉદીની જેલોમાં રહેલા પેલેસ્ટીની કેદીઓની મુક્તિ માટે હમાસન પ્રમુખ દ્વારા કરાયેલા આહવાનને એક ઇન્ટરવ્યૂમાંથી હટાવી દીધું છે. હમાસના પ્રમુખે સઉદી બહારથી અરબની ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. હમાસના પ્રમુખ મીશાલ સાત વર્ષથી વધુ સમય બાદ પ્રથમવાર સઉદીની એક ચેનલ પર દેખાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમની ચળવળ પ્રાંતમાં કોઇપણ દેશ સાથે તેમના સંબંધો બગાડશે નહીં. સાથે જ કહ્યું કે, અમે સઉદી અરબ સાથે અમારા સંબંધોને આવકારીએ છીએ અને પેલેસ્ટીનના સાર્વભૌમત્વ માટે કોઇપણ દેશ સાથે સંબંધો રાખવા માગીએ છીએ. જ્યારે ટીવી ચેનલ પર લાઇવમાં તેમણે સઉદીના રાજા તથા તેમના પુત્ર દ્વારા પકડી પડાયેલા પેલેસ્ટીની કેદીઓ અને હમાસના પ્રતિનિધિઓની મુક્તિ માટે સઉદી અરબને આહવાન કર્યું હતું. જોકે, ટીવી સ્ટેશન પેલેસ્ટીની કેદીઓને મુક્ત કરવાની તેમની હાકલને ઇન્ટરવ્યૂમાથી બાકાત કરી દીધી હતી અને બાદમાં યુટ્યુબ ચેનલ પર આ આહવાન મુક્યું હતું. ઇરાન સાથે ચળવળ સંબંધના સવાલ અંગે મીશાલે કહ્યું કે, હમાસની ચળવળ કોઇ વિશેષ બાબત માટે સંબંધિત નથી અને રહેશે પણ નહીં સાથે જ તેમની ચળવળ પેલેસ્ટીનના હિતમાં દરેકના સમર્થનની જરૂર ઇચ્છે છે. હમાસ તેની શરૂઆત થઇ ત્યારથી જ દરેક માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે અને જેણે પણ અમારા માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે તેમનો અમે આભાર માનીએ છીએ અને તેમને સહકાર આપીશું.