અમે આ વાતની પૃષ્ટિ કરીએ છીએ કે ઓગસ્ટથી શેખ અબ્દુલ્લાહ બસફાર અટકાયતમાં છે : પ્રિઝનર્સ કોન્સન્સ
(એજન્સી) તા.૭
પ્રિઝનર્સ ઓફ કોન્સન્સે શુક્રવારે ટવીટ કરી જાણકારી આપી હતી કે સઉદી વહીવટી તંત્રે પવિત્ર કુર્આન શરીફની તિલાવતના કારણે ઈસ્લામિક જગતમાં જાણીતા બનેલા શેખ અબ્દુલ્લાહ બસફારની ધરપકડ કરી છે. પ્રિઝનર્સ ઓફ કોન્સન્સે ટવીટરના માધ્યમથી ફકત આ જાણકારી આપી હતી કે ઓગસ્ટમાં શેખની ધરપકડ કરવામાં આવી હતી જો કે હાલમાં તે કયાં છે અને કેવી સ્થિતિમાં છે તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પ્રિઝનર્સ ઓફ ક્રોન્સન્સે ટવીટ કરી જણાવ્યું હતું કે અમે આ વાતની પૃષ્ટિ કરીએ છીએ કે ઓગસ્ટ ર૦ર૦થી શેખ અબ્દુલ્લાહ બસફારની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે શેખ બસફાર જેદ્દાહની કિંગ અબ્દુલ અઝીઝ યુનિવર્સિટીમાં શરિઆ અને ઈસ્લામિક સ્ટડીઝના પ્રોફેસર છે તે વર્લ્ડબુક અને સુન્નાહ ઓર્ગેનાઈઝેશનના મહાસચિવ પદે પણ રહી ચૂકયા છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કટ્ટરવાદ વિરૂદ્ધ શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે શેખ બસફારની ધરપકડ કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Recent Comments