(એજન્સી) રિયાધ, તા. ૧૪
સઉદીના રિસર્ચર અબ્દુલ્લાહ અ-ઔદાએ દેશની જેલમાં કેદ રહેલા પોતાના પિતા શેખ સલમાન અલ-ઔદા સાથે ફોન પર થયેલી વીડિયો કોલની વિગતો બહાર પાડી હતી. અબ્દુલ્લાહે એક નાની ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં તેઓ કહે છે કે, તેમણે તેમના પિતા અને પરિવાર સાથે વાત કરી હતી જોકે, તેમણે તેની તારીખ વિશે જાણ કરી ન હતી. આ ફોન ત્યારે કરવામાં આવ્યો જ્યારે અટકાયતમાં લેવાયેલા ધર્મગુરૂને છ મહિના બાદ જેલમાથી પરિવાર સાથે વાત કરવાની મંજૂરી મળી હતી. અલ-ઔદા અને તેમની માતા તથા બહેનના ફોનની રેકોર્ડિંગ ટિ્‌વટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. સઉદી અરબના અટકાયતમાં લેવાયેલા રાજકીય કેદીઓ સાથે સંબંધિત ટિ્‌વટર એકાઉન્ટ પરથી કહેવાયું છે કે, અલ-ઔદા પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરવા માટે પ્રતિબંધિત છે અને એવું પણ કહેવાયું છે કે, તેમની ગેરકાયદે અટકાયતને સમાપ્ત કરવામાં આવે તથા કોઇપણ પૂર્વ શરત વિના તેમને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે.