(એજન્સી) તા.૧૯
સઉદી અધિકારીઓ દ્વારા આફ્રિકન શરણાર્થીઓ સાથે કરવામાં આવેલા ભયાનક વર્તન અંગેની વધુ વિગતો બહાર આવી રહી છે. ધ ટેલિગ્રાફ દ્વારા એક મહિનામાં બહાર પડાયેલી આ બીજા રિપોર્ટમાં સલ્તનતમાં ફસાયેલા હજારો ઈથોપિયનો જોડે ગુલામો જેવો વ્યવહાર કરાયા વિશેનો પર્દાફાશ કરાયો હતો. ૧૬,૦૦૦ જેટલા ઈથોપિયન શરણાર્થીઓ ફકત એક સઉદી અટકાયત કેન્દ્રમાં એક સાથે રોકી લેવામાં આવ્યા છે. જિદ્દાહમાં ઈથોપિયાના કોન્સયુલ જનરલ અબ્દુ-યાસીને કહ્યું કે આ તો સમુદ્રમાં તરતો બરફના પહાડનો ફકત એક દેખીતો ટુકડો છે. જિદ્દાહમાં પ૩ જેલો છે તે બધી જેલોમાં ઈથોપિયનો કેદ છે અને મુકદ્દસ શહેર મક્કાની નજીક આવેલા અલ-શુમૈસી અટકાયત કેન્દ્રમાં ૧૬,૦૦૦ ઈથોપિયનોને જેલમાં કેદ રખાયા છે સન્ડે ટેલિગ્રાફની એક તપાસ અનુસાર હજારો નહીં તો સેંકડો કાળા આફ્રિકન શરણાર્થીઓ સઉદી અરેબિયાના કોરોના વાયરસ અટકાયત કેન્દ્રોમાં બંધ છે જે લીબિયા ગુલામ છાવણીઓની યાદ અપાવે છે. ઈથોપિયન સરકાર પર અદિસ અબાબામાં બહુ દબાણ કરાઈ રહ્યું છે કે અટકાયત કેન્દ્રમાં કેદ શરણાર્થીઓને સઉદીથી પરત ઈથોપિયા પાછા લઈ આવે. ગયા અઠવાડિયે, ૧પ૦ જેટલી મહિલાઓ અને બાળકોને સ્વદેશ ઈથોપિયામાં સઉદી અરેબિયાથી પાછા મોકલી દેવાયા હતા. પરિસ્થિતિને વધુ ખરાબ કરવા સોમવારે ઈથોપિયન દુતાવાસ જે રિયાધમાં સ્થિત છે તેણે જાહેરાત કરી કે સઉદી ઈમિગ્રેશન સત્તાવાળાઓએ કરામને રદ કરી દીધો છે જેથી હવે ઈથોપિયન શરણાર્થીઓ પોસે રાજય છોડવા માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. સામાજિક સંસ્થા ૐેદ્બટ્ઠહ ઇૈખ્તરંજ ઉટ્ઠંષ્ઠર અને ીંઙ્મીખ્તટ્ઠિરના સંશોધક નાદિયા હાર્ડમેનએ કહ્યું કે સઉદી અરેબિયામાં અલ-શુમેંસી ઉપરાંત જઝાખ્તમાં બે અન્ય અટકાયત કેન્દ્રો પણ છે. જયાં બીજા હજારો ઈથોપિયન શરણાર્થીઓ ભયાનક સ્થિતિમાં કેદ છે.