(એજન્સી) જિદ્દાહ, તા.૧૩
સઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝે પુનરોચ્ચાર કર્યો કે સઉદી અરબ યમનના લોકોને એમની સ્વતંત્રતા અને સ્વાયત્તતા મેળવવા સંપૂર્ણ સમર્થન આપશે. બુધવારે શુરા કાઉન્સિલના આઠમા સત્રનું ઉદ્ઘાટન કરતા કિંગ સલમાને ઈરાન સમર્થિત હૌથી ત્રાસવાદીઓ દ્વારા હથિયારો ધરાવતા ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોથી નાગરિકો ઉપર કરાયેલ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ ગણાવી આલોચના કરી હતી. કિંગડમ ઈરાન શાસન દ્વારા ક્ષેત્રીય પ્રોજેક્ટ સામે ઊભા થયેલ જોખમની પુષ્ટિ કરે છે, અને અમે આંતરરાષ્ટ્રીય બાબતોમાં એમના હસ્તક્ષેપ અને ત્રાસવાદ, આતંકવાદ, ઉગ્રવાદ અને સાંપ્રદાયિકતાને સમર્થન આપવાનો વિરોધ કરીએ છીએ, એમ કિંગે જણાવ્યું. કિંગ સલમાને આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈરાન સામે સખત વલણ દાખવવા કહ્યું અને વિનંતી કરી કે તેઓ ઈરાનને સામૂહિક નરસંહાર કરતા શાસ્ત્રોની ખરીદી કરવા, બેલેસ્ટિક મિસાઈલોનો વિકાસ કરવા અને શાંતિ અને સુરક્ષાને નષ્ટ કરતા રોકે.
Recent Comments