(એજન્સી) અનાદોલુ,તા.૨૨
સઉદી સત્તાવાળાઓ દ્વારા રાજધાની રિયાધમાંથી ૨૦૧૭ના વર્ષમાં દેશના ઐતિહાસિક દૂર કરવાના કૃત્ય તરીકે રીટ્‌ઝ કાર્લટન હોટેલમાંથી ૮ સમૃદ્ધ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેઓએ પોતાના જેલવાસની વિગતો જાહેર કરી છે. આ પ્રકારના સમાચારો ગાર્ડિયન અખબારના હવાલાથી અનાદોલુ એજન્સીએ આપ્યા છે. ધરપકડ કરાયેલ પૂર્વ કેદીઓ જેમાં સઉદીના વરિષ્ઠ ધંધાર્થીઓ પણ છે એમણે જણાવ્યું કે એમના માનવ અધિકારોનું ભંગ કરવામાં આવ્યું હતું એ સાથે સઉદીની જેલમાં ધમકીઓ આપી ત્રાસ ગુજારવામાં આવ્યું હતું અને અભિયાનના ભાગ રૂપે તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. એમણે આક્ષેપો કર્યા હતા કે સઉદી પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન સાથે નિકટતા ધરાવતા બે મંત્રીઓના નિર્દેશોથી એમને સુરક્ષા અધિકારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. પૂર્વ કેદીઓએ એમને દૂર કરાયાના ત્રણ વર્ષ પછીઆ અઠવાડિયાના અંતમાં યોજાનાર જી-૨૦ સંમેલન પહેલા આ હકીકતનો ખુલાસો કર્યો છે. એમનેસ્ટી માનવ અધિકાર સંગઠન સમેતના ઘણા બધા માનવ અધિકાર સંગઠનોએ જી-૨૦ના નેતાઓને વિંનતી કરી છે કે તેઓ સઉદી આરબમાં થતા માનવ અધિકારોના ભંગ બદલ અવાજ ઉઠાવે. રિયાધને ગયા વર્ષે ડિસેમ્બર ૨૦૧૯માં અધ્યક્ષપદ મળ્યું હતું અને તે ૨૧-૨૨મી નવેમ્બરે નેતાઓના વર્ચુઅલ સંમેલનમાં અધ્યક્ષ સ્થાન સંભાળશે. નવેમ્બર ૨૦૧૭ના વર્ષમાં સલમાને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન શરુ કર્યું હતું જેમાં ઘણા બધા ધનિકો, મંત્રીઓ અને ધંધાર્થીઓની રિયાધમાં આવેલ હોટેલ રીટ્‌ઝ કાર્લટનમાંથી ધરપકડો કરી હતી. પણ પછીથી ઘણા બધાને સત્તાવાળાઓ સાથે નાણાકીય સમાધાનો કરી છોડી મુકવામાં આવ્યું હતું. પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં કથિત સંડોવણી હોવાના લીધે બિન સલમાન આલોચનાઓનો સામનો કરી રહ્યા હતા તે સમયથી બિન સલમાને સત્તા ઉપર વધુ પકડ જમાવી છે. જે ગાર્ડો રીટ્‌ઝમાં સંકળાયેલ હતા એ જ ગાર્ડો ખાશોગીની હત્યામાં સંડોવાયેલ હતા.