(એજન્સી) તા.ર૩
સઉદી મીડિયાના અહેવાલો પ્રમાણે રવિવારે સવારે એક ગુમ થયેલા શખ્સ રણમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. ત્રણ દિવસની શોધખોળ પછી છેવટે તેમનો મૃતદેહ મળ્યો હતો. સઉદી અરબના રિયાધ પ્રાંતમાં આવેલી વાદી અલ દવાસિર ખાતે રહેતા ૪૦ વર્ષીય દુવૈહી હમૌદ અલ અજલીનના પરિવારે તે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પછી મોટાપાયા પર શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. છેવટે રણમાંથી તેમનો મૃતદેહ નમાઝની અવસ્થામાં મળી આવ્યો હતો. જો કે, અત્યાર સુધી એ જાણવા મળ્યું નથી કે મૃત્યુ સમયે અલ અજલીન કઈ નમાઝ પઢી રહ્યા હતા તેમની પિક-અપ ટ્રક પણ ઘટનાસ્થળે હતી. વીડિયો ફૂટેજમાં દેખાય છે કે, તે ટ્રક રેતીમાં ફસાઈ ગઈ હતી.