(એજન્સી) તા.ર૪
સઉદી રાજ્ય સમાચાર એજન્સીએ જણાવ્યું કે, સઉદી અરબના ઉર્જા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું ઉત્તરી જિદ્દાહમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વિતરણ સ્ટેશન પર એક ઈંધણ ટેંકમાં આગ લાગી ગઈ, જેના પરિણામ સ્વરૂપ હુમલા થયા. અધિકારીએ જણાવ્યું કે, ફાયરબ્રિગેડના જવાનો આગ ઓલવવામાં સફળ રહ્યા અને કોઈ ઘાયલ અથવા જાનહાની થઈ નથી. તેમણે જણાવ્યું કે, સઉદી અરામકોએ પોતાના ગ્રાહકોને ઈંધણના સપ્લાયને પ્રભાવિત કર્યું નથી. આ પહેલા સોમવારે યમનના હૌથી સૈન્ય પ્રવકતાએ ટ્‌વીટર પર જણાવ્યું કે, હૌથી દળોએ એક મિસાઈલ દાગી, જેણે સઉદી અરબના રેડ સી શહેર જિદ્દાહમાં સઉદી અરામકો ઓઈલ કંપનીના વિતરણ સ્ટેશન પર હુમલો કર્યો.