(એજન્સી) તા.ર૪
યમનમાં સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધને શનિવારે કહ્યું હતું કે સઉદીના પાટનગર રિયાધ તરફ ફાયર કરવામાં આવેલા હવાઈ લક્ષ્યને તેણે ઠાર માર્યા છે. ગઠબંધને વધુ વિગતો જાહેર કરી ન હતી પણ સઉદી મીડિયાએ એમ તો જણાવ્યું જ હતું કે હથિયાર યમનમાં હૌથીઓ દ્વારા ફાયર કરવામાં આવેલ એક મિસાઈલ હતી. આ અહેવાલ અંગે હૌથી જૂથ તરફથી કોઈ ટિપ્પણી થઈ નહોતી. ર૦૧૪થી યમન, હિંસા અને અરાજકતાથી ઘેરાયેલું રહ્યું છે. કારણ કે હૌથીઓએ પાટનગર સના સહિત દેશના મોટા ભાગોને વટાવી દીધા છે. ર૦૧પમાં આ સંકટ વધી ગયું હતું જ્યારે સઉદીની આગેવાની વાળા ગઠબંધને હૌથીના પ્રાદેશિક પ્રાપ્ત લાભોને ઊલટાવવાના હેતુથી વિનાશક હવાઈ હુમલો અભિયાન શરૂ કર્યું હતું. માનવતાવાદી બાબતોના સંકલન માટેની યુએન કચેરીના જણાવ્યા અનુસાર યમનમાં ચાલી રહેલા આ સંઘર્ષમાં અત્યાર સુધી ર,૩૩,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે.