(એજન્સી) રિયાધ, તા.૧પ
સઉદીના શાસક સલમાન બિન અઝીઝે દેશની વિશેષ બાબતોના વડા નાસેર અલ-નફીસીને તેમના પદ પરથી દૂર કર્યા હતા. તેમના બદલે આ પદ પર અબ્દુલ અઝીઝ અલ-ફૈસલની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે જ કિંગ સલમાને નેશનલ સાયબર સિક્યુરિટી ઓથોરિટીના ગવર્નર તરીકે મજીદ બિન મોહંમદ અલ-મજીદ અને ડેપ્યુટી સ્પોટ્‌ર્સ મિનિસ્ટર તરીકે બદર બિન અબ્દુલરહમાન અલ-કાદીની નિયુક્તિના આદેશો બહાર પાડ્યા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ અલ-મજીદ ભૂતકાળમાં અનેક મહત્ત્વના પદો પર કામ કરી ચૂક્યા છે. તે કોમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી કમિશનના ગર્વનર પણ રહી ચૂક્યા છે.