(એજન્સી) લંડન, તા.૪
સઉદી અરબને શસ્ત્રોના વેચાણને ગેરકાયદેસર ગણાવ્યા પછી પણ વેચાણ સતત જારી છે અને વધ્યું છે, એમ કહી શકાય, સાંસદોએ માહિતી આપી હતી. એમણે કહ્યું કે, ૫૦૦૦થી વધુ શસ્ત્રોની ડિલિવરીઓ સઉદી અરબ તરફ ૨૦૧૯માં ઓપન લાયસન્સ હેઠળ મોકલવામાં આવી હતી. એક વર્ષ પહેલાં કોર્ટના આદેશમાં રિયાધને શસ્ત્રો મોકલવા ગેરકાયદેસર ઠરાવ્યું હતું. જો કે, યુકે સરકારે એ પછીથી નિકાસના નવા લાયસન્સો મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી, તેમ છતાંય શસ્ત્રો મોકલ્યા હતા.
કોર્ટના આદેશ પછી પણ સઉદી અરબને સતત હથિયારો મોકલવામાં આવી રહ્યા છે એની માહિતી સફર વર્લ્ડના રોય ઈસ્બીસ્તરે આપી હતી જેઓ સફર વર્લ્ડના શસ્ત્ર વિભાગને સંભાળે છે. એમણે આંતરરાષ્ટ્રીય ટ્રેડ કમિટીને જણાવ્યું કે, સઉદી અરબને મોકલવામાં આવતા શસ્ત્રોમાં છેલ્લા ચાર વર્ષમાં ૧૮ ટકા વધારો થયો છે. યુકેના કાયદાકીય છીંડાઓની માહિતી આપતા ડૉ.પર્લો ફ્રીમેને કહ્યું હતું કે, યુકે સરકાર ગમે તે રીતે પોતાની નિકાસ વધારવા માંગે છે એ માટે રાજકીય કારણ હોય કે આર્થિક. જો કે, અમે ઘણા દાખલાઓ જોયા છે જેમાં હોસ્પિટલો, શાળાઓ, માર્કેટમાં, રહેઠાણ વિસ્તારોમાં, ખેતીની જમીન અને ઉત્પાદન એકમો ઉપર સતત બોમ્બ ફેંકાયા હતા. ઘણી વખત એક જ સંસ્થાન ઉપર ફરીથી બોમ્બમારો કરાયો હતો. બે મહિના પહેલાં યુકે સરકારે જાહેરાત કરી હતી કે, એ સઉદી અરબને શસ્ત્રોના વિવાદિત વેચાણને પુનઃ શરૂ કરશે.