(એજન્સી) તા.૫
સઉદી અરબની શૂરા પરિષદ એક એવી પરામર્શ સંસ્થા છે જેની પાસે પૂર્ણ રાજાશાહીની અંદર કોઈ કાર્યકારી શક્તિ નથી, તેણે આજે ૧૫૦ સભ્યોવાળી સમિતિના એક આભાસી અધિવેશનની અધ્યક્ષતા કરવાની પરવાનગી આપીને પોતાનો એક નાનો ઈતિહાસ બનાવ્યો છે.
ઓક્ટોબરમાં એક શાહી ડીક્રી પછી રાજ્ય સલાહકાર એકમના નવા સહાયક અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલા ડો.હાનન અલ-અહમદીએ પરિષદ અધ્યક્ષ શેખ અબ્દુલ્લા અલ શેખ અને ઉપાધ્યક્ષ ડો.મિશ્રા અલ સુલામીની હાજરીમાં તેમનું નેતૃત્વ કર્યું. અલ-અહમદી કિંગ સઉદ યુનિવર્સિટી અને પિટસબર્ગ યુનિવર્સિટીથી સ્નાતક છે. એક એકેડેમિક છે. જે અર્થશાસ્ત્ર અને આરોગ્ય મેનેજમેન્ટમાં માહિર છે. તે સાત વર્ષ પહેલા શૂરા પરિષદમાં નિમણૂક થનાર પ્રથમ મહિલાઓમાંથી એક હતી. સઉદીને આ સમાચાર મળ્યા છે કે, રાજ્યના આધુનિકીકરણની ચળવળમાં વધુ એક માઈલના પથ્થરનું ઉદાહરણ છે. રિયાધમાં એક લો સ્ટૂડન્ટ શાહદ અલ્ગામદીએ જણાવ્યું કે, જ્યારે અમારા રાજાએ ડો.હાનનને એક મહિલા દ્વારા પહેલાથી કોઈ ટોચના પદ પર નિમણૂક કર્યા તો તેને સશક્ત અનુભવાયુ અને અનેક યુવા-યુવતીઓ સ્વપ્ન જોવા લાગ્યા છે. અલ્ગામદીએ જણાવ્યું કે, હવે અમે જાણીએ છીએ કે, અમે તેનો પીછો કરવા ઈચ્છીએ છીએ અને પોતાના પરિવારો અને દેશને ગૌરવન્વિત કરવા માટે સખ્ત મહેનત કરવા ઈચ્છીએ છીએ. શૂરા કાઉન્સિલના સભ્ય ડો.ફેસલ અલ ફાડેલે જણાવ્યું કે સત્રની અધ્યક્ષતા કરતા અલ-અહમદી એક એક ઐતિહાસિક ઘટના હતી અને આ રાજ્યના વિઝન ૨૦૩૦ની આકાંક્ષાનો ભાગ હતો. જેમાં મહિલાઓને સશક્ત બનાવવા અને તેમની ક્ષમતાઓમાં રોકાણ કરવું સામેલ છે. સઉદી અરબે મહિલા ડ્રાઈવરો પર દશકાઓ જૂના પ્રતિબંધને હટાવવાથી થોડાક અઠવાડિયા પહેલા મે ૨૦૧૮થી ડઝનો મહિલા કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. કેટલાક લોકો જેલની સ્થિતિઓના વિરોધમાં અનેક અઠવાડિયાઓ સુધી ઓક્ટોબરમાં ભૂખ હડતાળ પર રહ્યાં. જારી એક રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, જેલમાં કેદ મહિલા કાર્યકર્તાઓને પીડા આપવામાં આવી રહી હતી અને કસ્ટડી દરમિયાન તેમને જાતીય કાર્ય કરવા માટે વિવશ કરવામાં આવી હતી.