(એજન્સી) તા.ર૯
એક સઉદી કોર્ટે સોમવારે અગ્રણી મહિલા અધિકાર કાર્યકર્તા લૂજૈન અલ-હથલૌલને પાંચ વર્ષ અને આઠ મહિનાની કેદની સજા સંભળાવી હતી. આ કેસની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી હતી અને રિયાધને હવે યુએન દ્વારા નવી બારીક તપાસ અને ચકાસણીનો સામનો કરવો પડશે. ઓછામાં ઓછી ડઝનેક અન્ય મહિલા અધિકાર કાર્યકર્તાની સાથે સાથે ૩૧ વર્ષીય, હથલૌલ તેની ધરપકડ પછી ર૦૧૮થી અટકાયતમાં છે. અખબારોના અહેવાલોમાં હતું કે આ ચુકાદો એમબીએસ અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જો-બાઈડેન વચ્ચેના સંબંધોને એક શરઆતી પડકાર છે. જેમણે રિયાધને તેના માનવ અધિકારોના રેકોર્ડ માટે જાતિબહિષ્કૃત વ્યક્તિ તરીકે દર્શાવ્યો હતો. સ્થાનિક મીડિયાએ કહ્યું હતું કે હથલૌલ પર સઉદી રાજકીય પ્રણાલીને બદલી નાખવાના પ્રયાસનો અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હથલૌલની ૧પ મે ર૦૧૮ના રોજ ધરપકડ કરાઈ હતી. યુએનએચઆરના નિષ્ણાંતોએ તેણીની સામેના આરોપોને બનાવટી અને નકલી ગણાવ્યા હતા અને અગ્રણી અધિકાર જૂથો અને ધારાશાસ્ત્રીઓએ અમેરિકા અને યુરોપમાં તેણીને મુક્ત કરવાની હાકલ કરી હતી. જો કે કોર્ટે ચુકાદામાં તેની સજા સંભળાવતા વખતે સજાના બે વર્ષ અને ૧૦ મહિનાનો સમય રદ કર્યો હતો જે ધરપકડથી અત્યાર સુધી તેણીએ કેદમાં કાઢ્યા હતા.