(એજન્સી) રિયાધ, તા.૯
તમાકુ પર નિયંત્રણ મેળવવા માટે સઉદી રાષ્ટ્રીય સમિતિ ઘણા સ્થળો પર ધ્રૂમપાન કરનારાઓ પર ૧૩૦૦ ડોલર (૮૩,૭૦૦,પ૦ રૂા.) સુધીનો દંડ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. આગામી ચરણમાં, સમિતિ ઉપચાર બાદ ધ્રૂમપાન કરનારાઓના ઈલાજ માટે મોબાઈલ ક્લિનિક પૂરું પાડશે. તમાકુના સેવન માટે ફટકારવામાં આવનાર દંડમાં સિગારેટ, સિગાર, પાઈપ, જિગ, શિશુ, ચાવવાવાળી વસ્તુ અથવા અન્ય કોઈપણ રીતે તેનો ઉપયોગ કરવાનું સામેલ હશે. સઉદી અરબમાં તમાકુ અને તેની સાથે જોડાયેલી અન્ય વસ્તુઓની ખેતી અથવા નિર્માણ કરવાના દોષિત ઠરનાર કોઈપણ વ્યક્તિની સજાને મંજૂરી આપવામાં આવી છે; ઉલ્લંઘનને રદ કરવા માટે પર૦૦ ડોલરનો દંડ ફટકારાશેે. જાહેર સ્થળો જેવા કે મસ્જિદો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સાંસ્કૃતિક સ્થળો, સામાજિક અને ધાર્મિક સુવિધાઓ, કંપનીઓ, સંસ્થાઓ, કારખાનાઓ, બેન્કો અને કામકાજના સ્થળોની આસપાસના ચાર રસ્તાઓ વગેરે પર ધ્રૂમપાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સઉદી અરબે તેલ ઉત્પાદન વેચાણ, પરિવહન અને ઈંધણ અને ગેસ વેચાણ સ્ટેશન, ગોડાઉનો, લિફ્ટ અને શૌચાલય જેવા સ્થળો પર પણ તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.