(એજન્સી) જીદ્દાહ, તા.૧૫
સઉદી અરબે દેશના ૯૦માં રાષ્ટ્રીય દિવસના અવસર પર જીદ્દાહ અને રિયાધમાં સંગીત કાર્યક્રમ આયોજીત કરવાનો નિર્ણય લીધો.
૨૨ સપ્ટેમ્બરે ઈમરતી સિંગર અહલમ જીદ્દાહમાં પ્રદર્શન કરશે. રવિવારે અહલમે ટ્‌વીટ કર્યું હતું, “જીદ્દાહના લોકો તમારે ત્યાં આવી રહ્યો છું”
આબિદ અલ-જોહર અને દલિયા મુબારક ૨૩ સપ્ટેમ્બરે જીદ્દાહમાં રાષ્ટ્રીય દિવસ પર પ્રદર્શન કરશે. ૨૪, ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે અંગમ અને તમેર આશૌર મોહમ્મદ હમાકી અને અમ્ર દૈબ ક્રમશઃ પ્રદર્શન કરશે.
રિયાધમાં માજીદ અલ મોહનદાસ ૨૩ સપ્ટેમ્બરે પ્રદર્શન કરશે. જ્યારે ૨૫ સપ્ટેમ્બરે રાબેહ સગર મંચ પર જોવા મળશે.