(એજન્સી) તા.રર
સઉદી અરબ, કુવૈત અને ઓમાને પોતાની સીમાઓને બંધ કરી દીધી છે અને એક નવા કોરોના વાયરસ તણાવ વિશે આશંકાઓ પર વાણિજ્યક ફ્લાઈટોને રદ કરી રહ્યા છે. એમ ત્રણ ખાડી અરબ રાજ્યોએ કહ્યું. આંતરિક મંત્રાલયે જણાવ્યું કે સઉદી અરબે રવિવારે પોતાની જમીન અને દરિયાઈ સરહદો બંધ કરી દીધી અને એક અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય વાણિજ્યક ફ્લાઈટોને રદ કરી દીધી. આ ઉપાય તે દેશોથી માલની અવર-જવર પર લાગુ નથી થતો જ્યાં નવા કોરોનામાં વધારો નથી થયો. સરકારી સંચાર અધિકારીઓએ જણાવ્યું કે પાડોશી કુવૈત તમામ વાણિજ્યક ફ્લાઈટોને રદ કરી દેશે અને પોતાની જમીન અને દરિયાઈ સીમાઓને સોમવારે બપોરે ૧૧ વાગ્યાથી ૧ જાન્યુઆરી સુધી બંધ કરી દેશે. કાર્ગો સંચાલન જારી રહેશે. ઓમાનમાં જમીન, હવા અને દરિયાઈ સીમાઓ મંગળવારથી એક અઠવાડિયા માટે બંધ રહેશે.