(એજન્સી)                                     તા.ર૬

સઉદી અરેબિયા તેના બિનસત્તાવાર બહિષ્કારને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક ઉદ્યોગો પર તુર્કી અને તેના ઉદ્યોગો સાથે વેપાર ન કરવા દબાણ લાવી રહ્યું છે. તુર્કીમાંથી ઉત્પાદન લઈ જતી ટ્રકોની અટકાયતથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. સ્ૈઙ્ઘઙ્ઘઙ્મી ીટ્ઠજં ીઅી અનુસાર સલ્તનતના અધિકારીઓની તુર્કી માહિતી ટાંકીને સઉદી સામ્રાજ્ય, તાજા ફળ અને શાકભાજી લઈ જતી ટ્રકોને સઉદી સીમા પાર કરતા અટકાવે છે. સંબંધિત અધિકારીઓએ આ મુદ્દા વિશે સઉદીનો સંપર્ક કર્યો છે. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરત ઉપર કહ્યું હતું. વેપાર મંત્રીએ પહેલેથી જ તેના સઉદી વ્યક્તિગત ઉદ્યોગોનો સંપર્ક કરી તુર્કી કંપનીઓ સાથે વેપાર ન કરવા અથવા તુર્કીમાં બનેલા કોઈપણ ઉત્પાદનો ન ખરીદવા વિશે આદેશ આપ્યો છે. સરકાર આ હુકમની અવગણના કરનારી કંપની ઉપર દંડ લાદશે, તુર્કીના ન્યુઝપેપર દુનિયાનો અહેવાલ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ)ના પ્રતિબંધોના કારણે સઉદી અરેબિયા સત્તાવાર રીતે આ નીલની જાહેરાત નથી કરી શકતી. જર્મનીમાંથી આવેલ તુર્કીનો માલ-સામાન પણ તમે વેચી શકતા નથી. કારણ કે તેમને ‘મેડ ઈન તુર્કી’ના લાગેલા સ્ટેમ્પ વાળી કોઈપણ વસ્તુ જોઈતી નથી. સલ્તનતે અખાતી દેશમાં કાર્યરત ઉચ્ચ કક્ષાની તુર્કી નાગરિકોના રોજગાર કરાર પણ રદ કરી દીધા છે. તુર્કી (ડબ્લ્યુટીઓ)ને ઔપચારિક વિવાદની ફરિયાદ પર વિચારણા કરી રહી છે અને જો તે આગળ વધે તો વળતરની માંગ કરી રહી છે.  વીતેલા છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ નીતિના લક્ષ્યો અને પહેલાના મતભેદોના લીધે તુર્કી અને કેટલાક અખાત રાજ્યો જેવા કે સઉદી અને યુએઈ વચ્ચેના સંબંધો ખાસ કરીને તણાયેલા છે. જ્યારે તુર્કી, સીરિયામાં વિપક્ષને ટેકો આપે છે. અને યુએન સમર્થિત લીબિયાને દાખલા તરીકે સઉદી અરેબિયા અને તેના વિસ્તારિક સાથી દેશોના સીરિયન શાસન સાથે સારા સંબંધો છે અને તે બળવાખોર ફિલ્ડ માર્શલ ખલીફા હફતાર જે ઉત્તરી આફ્રિકન રાજ્યમાં છે. તેને ટેકો આપે છે. એક અન્ય મુદ્દો જે અંકારા અને રીયાધ વચ્ચે છે તે છે સઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાનો મુદ્દો જેની ઓક્ટોબર ર૦૧૮માં ઈસ્તંબુલમાં સ્થિત સઉદી કોન્સ્યુલેટમાં હત્યા કરી નાખવામાં આવી હતી. સઉદી અરેબિયાએ જ્યારે સત્તાવાર રીતે આ હત્યાની જવાબદારી સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો છે અને આ હત્યાનો દોષ બદમાશ એજન્ટો ઉેપર નાખ્યો છે. તુર્કીએ પુરાવા રજૂ કર્યા છે જેનો તે આગ્રહ રાખે છે કે તે સાબિત કરે છે કે આ હત્યાનો હુકમ રાજકુમાર મોહમ્મદ બિન સલમાને આપ્યો હતો. આ મહિને તુર્કીએ ર૦ શંકાસ્પદો ઉપર કેસ નોંધ્યો હતો. જે ખાશોગીની હત્યા કરનાર સઉદી  ટુકડીના સભ્ય હતા. આ દુશ્મનાવટના નાના નાના ઉદાહરણો છે. દાખલા તરીકે પ્રિન્સ ફેસલ બિન બંદાર બિન અબ્દુલઅઝીઝે તેમને ગયા વર્ષે ઓફર કરવામાં આવેલી તુર્કી કોફી પીવાનો ઈન્કાર કરી દીધો હતો. તે પછી પ્રિન્સ અબ્દુલ્લાહ બિન સુલતાન અલ-સઉદે તુર્કી અને તેના ઉત્પાદનોનું બહિષ્કાર કરવાની માગણી કરી હતી જ્યાં સુધી અંકારા રાજ્યની સાથે તેની નીતિઓની સમીક્ષા નથી કરી લેતું. ગયા વર્ષે એક બીજી ઘટનામાં રિયાધે ડઝનો તુર્કીની ટ્રકો કે જેમાં કાપડ ઉત્પાદનો અને કેમિકલ હતા તેને સલ્તનતની બોર્ડર પર અટકાવવામાં આવી હતી. સઉદી અધિકારીઓએ શાળાની ચોપડીઓમાં ‘આટ્ટોમાન એમ્પાયર’નું નામ બદલીને ‘આટ્ટોમાન ઓક્યુપેશન’ નામ આપી દીધું અને આ વર્ષે રિયાધની એક શેરી જેનું નામ ઓટ્ટોમાન સુલ્તાન મેગ્નિફિશિયન્ટ સાથે સંકળાયેલ હતું તેનું એક ચિહ્ન બદલી નાખ્યું છે.