(એજન્સી) તા.ર૮
સઉદી અરેબિયાએ તેના ભૂતપૂર્વ વરિષ્ઠ ગુપ્તચર અધિકારીના એક બીજા સંબંધીની અટકાયત કરી હતી. દેશ નિકાલમાં રહેતા આ અધિકારીએ તાજેતરમાં યુએસ કોર્ટમાં મુકદ્દમો દાખલ કર્યો હતો જેમાં તેણે રાજ્યના ક્રાઉન પ્રિન્સ ઉપર તેની હત્યા કરાવાના પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો હતો. અધિકારીના પરિવારે કહ્યું, રોઈટર્સનો બુધવારનો અહેવાલ. સઉદી સત્તાધિકારીઓએ પહેલાંથી જ સાદ અલ-જબરીના પુખ્ત વયના બાળકો અને તેના ભાઈની માર્ચ મહિનામાં અટકાયત કરી હતી જેથી કરીને દેશ નિકાલ પછી કેનેડામાં રહેનાર અલ-જબરી ઉપર સલ્તનત તરફ પાછા ફરવા માટે દબાણ કરી શકાય. પરિસ્થિતિની માહિતી ધરાવનાર સ્ત્રોતોએ આ વર્ષની શરૂઆતમાં રોઈટર્સને કહ્યું હતું. જબરી, પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફનો સહાયક હતો જેઓ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા વારસદારી પરથી હટાવી દેવાયા હતા અને ર૦૧૭માં એક મહેલા બળવામાં તેમને હાંકી કઢાયા હતા. સ્ત્રોતોના કહ્યા અનુસાર, જબરી પાસે સંદેવનશીલ માહિતી છે જેના ડરથી મોહમ્મદ બિન સલમાનને સમાધાન કરવું પડે. જબરીના પરિવારે એક નિવેદનમાં ટિ્વટ દ્વારા તેના પુત્ર ખાલીદે કહ્યું કે, જબરીના જમાઈ સલીમ અલમુઝૈનીને સોમવારે સઉદી રાજ્ય સુરક્ષા કાર્યાલયમાં હાજર રહેવા સમન્સ મોકલાયો હતો, જ્યાંથી તેની ધરપકડ કરાઈ હતી. નિવેદનમાં વધુમાં કહેવાયું છે કે, તેની ધરપકડ અને તેનું ગાયબ થવું એ સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ તરફથી બદલો લેવા અને ધમકાવવાના નવીનત્તમ કૃત્યો છે. જે જબરી વિરૂદ્ધ એટલે કરાયા છે કારણ કે, તેણે યુએસની ફેડરલ કોર્ટમાં ત્રાસ પીડિત નિવારણ કાયદા હેઠળ દાવો કર્યો છે. જબરી, જે ર૦૧૭ વર્ષના અંતથી કેનેડામાં જ રહે છે તેણે આ મહિનાની શરૂઆતમાં યુએસની ફેડરલ કોર્ટમાં જે કોલંબિયા જિલ્લામાં સ્થિત છે આક્ષેપ કર્યો હતો કે, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ર૦૧૮માં તેની હત્યા કરાવવા માટે એક ટુકડી મોકલી હતી પણ કેનેડાના અધિકારીઓ દ્વારા આ પ્રયાસને નિષ્ફળ કરી દેવાયો હતો. સલ્તનતના ઈસ્તંબુલ કોન્સ્યુલેટમાં પત્રકાર જમાલ ખાશોગીની સઉદી એજન્ટો દ્વારા કરાયેલી હત્યા પછીના બે અઠવાડિયાથી ઓછા સમયમાં આ ઘટના ઘટી હતી જેના કારણે વૈશ્વિક ધાંધલ મચી ગઈ હતી. મોહમ્મદ બિન સલમાને ખાશોગીની હત્યા કરાવવાનો આરોપ નકારી કાઢ્યો પણ તેણે કહ્યું કે, તે આખરે સમગ્ર જવાબદારી લે છે સલ્તનતના વાસ્તવિક સુલતાન તરીકે પરિવારના નિવેદનમાં કહેવાયું છે કે, ર૦૧૭માં અલમુઝૈનીને દુબઈ અમિરાત દ્વારા સઉદી અધિકારીઓને સોંપી દેવાયો હતો. પરંતુ એક ‘સમાધાન’ પર પહોંચ્યા પછી જાન્યુઆરી ર૦૧૮માં તેને મુસાફરી પ્રતિબંધની શરતો સાથે મુક્ત કરી દેવાયો હતો. ત્યારથી જ સઉદી રાજ્ય સુરક્ષાએ તેનો ઉપયોગ ડૉ.જબરીના પરિવાર સાથે વાતચીત માટે કર્યો અને અલ-જબરીના પરિવાર ઉપર સલ્તનતનો પ્રભાવ પાડવા કર્યો.
સઉદી અરેબિયાએ પૂર્વ ગુપ્તચર અધિકારીના સાસરિયાની અટકાયત કરી

Recent Comments