(એજન્સી) રિયાધ,તા.૨૫
સઉદી અરેબિયાએ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ૧૦૦ ટકા વિદેશી માલિકી સાથે ૨૦૦થી વધુ પ્રોજેક્ટોને લાઇસન્સો આપ્યા છે. સઉદી આરબના ઇન્વેસ્ટમેન્ટ હાઇલાઇટે રિપોર્ટ આપ્યો છે.
િ રપોર્ટમાં જણાવ્યા મુજબ સઉદી અરેબિયાએ ૩૦૬ નવા વિદેશી રોકાણ પ્રોજેક્ટોને લાયસન્સો આપ્યા છે જે ગયા વર્ષ ૨૦૧૯ કરતા ૨૧ ટકા વધુ છે. સમગ્રપણે સઉદી ૨૦૨૦ના પ્રથમ ૯ મહિનાઓમાં ૮૧૨ વિદેશી રોકાણકારોના પ્રોજેક્ટોને લાયસન્સો આપ્યા છે જે ગયા વર્ષની સરખામણીમાં ફક્ત ત્રણ ટકાનો ઘટાડો દર્શાવે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે આ વર્ષના ત્રીજા ક્વાર્ટરના પ્રત્યેક મહિનામાં વાર્ષિક વૃદ્ધિ જોવાઈ છે, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ લાયસન્સો અપાયા હતા. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે એમાંથી ૬૮ ટકા પ્રોજેક્ટો ૧૦૦ ટકા વિદેશી માલિકી ધરાવે છે. જયારે બીજા પ્રોજેક્ટો સઉદીની કંપનીઓ સાથે ભાગીદારીમાં કાર્ય કરશે. સૌથી વધુ પ્રોજેક્ટો ઈજીપ્ત અને ભારતના છે જે પ્રત્યેકના ૩૦ પ્રોજેક્ટો છે. એના પછી ૧૫ પ્રોજેક્ટો યુકેના અને ૧૫ પ્રોજેક્ટો લેબેનોનના રોકાણકારોના છે.