(એજન્સી) તા.૧૦
સઉદી અરેબિયાના અલ-અહસા ઓએસિસને વિશ્વના સૌથી મોટા સ્વનિર્ભર ઓએસિસ તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસમાં દાખલ કરાયું છે. આ જગ્યા રાજ્યના પૂર્વી પ્રાંતમાં સ્થિત છે અને તેની અંદર ૨૫ લાખ પામ વૃક્ષો ૮૫.૪ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલા છે. આ રણદ્વીપને ૨૮૦ આર્ટેશિયન ઝરણાઓ દ્વારા પાણી પહોંચાડાય છે જે એક વિશાળ જળાચર સાથે જોડાયેલા છે. સઉદીની ઐતિહાસિક જગ્યાઓ જેમાં ઉત્તર-પશ્ચિમમાં અલ-ઉલા અને હેઈલ પ્રાંતમાં રોેકઆર્ટ સાથે આ ઓએસિસ પહેલાથી જ યુનેસકો વર્લ્ડ હેરિટેજ સ્થળની યાદીમાં સામેલ હતું જ. તે પછી સઉદી હેરિટેજ કમિશને આ અલ-અહસા ઓએસિસને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ સાથે પરિચય કરાવી તેમાં દાખલ કરાવી દીધું. વિશ્વમાં રેતીથી ઘેરાયેલું સૌથી મોટું પામ ઓએસિસ તરીકે હવે જાણીતું અલ-અહસા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની સઉદી સ્થોળોની યાદીમાં ઉમેરી દેવાયું છે. આ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસે અગાઉ પણ અલ-ઉલામાં સ્થિત મરાયા કોન્સર્ટ હોલને વિશ્વમાં સૌથી મોટા અરીસાઓથી આવરી લેવાતી ઈમારત તરીકે આ વર્ષે સન્માનિત કરી હતી. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની સિદ્ધિઓની સંખ્યાના સંદર્ભમાં અરબ વિશ્વમાં બીજા દેશનું સ્થાન મેળવનાર રાજ્ય તરીકેે તે અલ-અહસના નવા૨ સ્ટેટસને આ ક્ષેત્રમાં અગ્રણી પર્યટન સ્થળ બનવાના ઉદ્દેશ્યમાં એક માર્ગસૂચક સ્તંભ તરીકે જુએ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશને આંતરરાષ્ટ્રીય પર્યટન માટે ખુલ્લો કરવાના માર્ગ પર સઉદી અરેબિયા આગળ વધ્યું છે.