એજન્સી) રિયાધ, તા.૩
સઉદીના સત્તાવાળાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ મુખ્યત્વે વિરોધીઓ અને સરકારની આલોચના કરનારાઓ ઉપર ત્રાટકવા અને દેશમાં વાણી સ્વતંત્રતા ઘટાડવા માટે કરે છે. એ.એફ.પી.એ રિપોર્ટ આપ્યો છે કે, એ સાથે હવે સઉદી બૌદ્ધિકો અને દેશના વરિષ્ઠ અધિકારીઓ ઉપર પણ ત્રાટકવા માટે કરે છે. એમના અહેવાલ મુજબ એપ્રિલ મહિનામાં નાયબ નાણામંત્રી અબ્દુલઅઝીઝ અલ-દખીલે એક ટિ્વટ શેર કર્યા પછી ગાયબ થઈ ગયા હતા જેમાં એમણે એક એક્ટિવિસ્ટની મૃત્યુ બદલ શોક વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષે અમેરિકાના ન્યાય વિભાગે ટ્વીટરના બે કર્મચારીઓ ઉપર સઉદી તરફે જાસૂસી કરવાના આક્ષેપો મૂક્યા હતા. એમણે ૨૦૧૫ના વર્ષમાં ૬૦૦૦ ટ્વીટર એકાઉન્ટોની અંગત માહિતી કંપનીની ડેટામાંથી ચોરી હતી. એમાંથી એક એકાઉન્ટ મુખ્ય વિરોધી ઓમર અબ્દુલઅઝીઝનું હતું જે પછીથી જમાલ ખાશોગીનો અંગત મિત્ર હોવાનું બહાર આવ્યું હતું. ખાશોગીની હત્યા ૨૦૧૮માં ઈસ્તંબુલમાં આવેલ સઉદીના દૂતાવાસમાં થઈ હતી. જેઓ અરબ દેશમાં વાણી સ્વતંત્રતા ઉપર ભાર મૂકતા હતા. અમ્નેસ્ટી ઈન્ટરનેશનલના આ ક્ષેત્રના નાયબ ડાયરેક્ટરે કહ્યું હતું કે, સઉદી અરબમાં એક સામાન્ય ટિ્વટ તમને જેલમાં મોકલાવી શકે છે, જે દરમિયાન તમે મહિનાઓ અને વર્ષો સુધી પોતાના વકીલને પણ મળી શકતા નથી.
સઉદી અરેબિયામાં એક ટ્વીટ તમને જેલમાં મોકલી શકે છે

Recent Comments