(એજન્સી) તા.૨
હેરિટેજ ઓથોરિટીની સઉદીની એક વૈજ્ઞાનિક ટુકડીએ પેલેઓલિથિક યુગમાં એસિરિયન સંસ્કૃતિના રહેવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાયા હતા. તેવા પથ્થરના હથિયારો શોધી કાઢયા છે, જે લગભગ ર,૦૦,૦૦૦ (ર લાખ) વર્ષ જૂના છે. હેરિટેજ ઓથોરિટીએ એક પ્રેસ નિવેદનમાં કહ્યું કે, અલ-કાસીમ ક્ષેત્રના પૂર્વમાં આવેલા શોએબ અલ-અઘમ ક્ષેત્રમાંથી શોધમાં મળી આવેલા પથ્થરના હથિયારો, મધ્ય પુરાતન યુગના પથ્થરની કુહાડી છે. આ અન્ય અને દુર્લભ પથ્થરની કુહાડીઓ છે જેનું નિર્માણ ઉચ્ચ ચોકસાઈની વિશિષ્ટતા હતી જેને માનવીના સમૂહો પોતાના દૈનિક જીવનમાં વપરાશમાં લેતા હતા. આ સાઈટ (સ્થળ) પરથી શોધાયેલા પથ્થરના સાધનોની પર્યાપ્તતા આ ક્ષેત્રમાં રહી ચૂકેલા પ્રાગૈતિહાસિક સમુદાયોની સંપત્તિ તરફ સૂચવે છે. આ એક સ્પષ્ટ સંકેત પણ છે કે, અરબ દ્વીપકલ્પમાં હવામાન પરિસ્થિતિઓ આ માનવ સમૂહો માટે યોગ્ય હતી કારણ કે તેમને ત્યાંથી ઉપલબ્ધ થતાં પ્રાકૃતિક સંશાધનોથી લાભ મળતો હતો, એમ સઉદી ગેઝેટે જણાવ્યું સેટેલાઈટ દ્વારા લેવાયેલી છબિઓથી જાણવા મળે છે કે, શોએબ અલ-અધ્ધમ અને અન્ય સ્થળો નદીઓના માર્ગ સાથે જોડાયેલા હતા જેથી ખાતરી કરી શકાય છે કે, મનુષ્યએ પ્રાચીન સમયમાં અરબ દ્વીપકલ્પના આંતરિક ક્ષેત્રોમાં ઉંડી પહોંચ મેળવવા માટે નદીઓનો ઉપયોગ કર્યો હતો. એસિરિયન સ્થળોની વ્યાપક સ્થાનિક વહેંચણી અનુસાર, તેઓ વિશ્વભરમાં માનવ રહેવાસીઓનું સૌથી મોટું સંકલન હતું. ઓથોરિટીએ વધુમાં જણાવ્યું કે, મોટા પ્રમાણમાં પર્યાવરણીય અને સાંસ્કૃતિક માહિતી એકત્રિત કરાઈ છે અને પરિણામોથી જાણવા મળ્યું કે, વાતાવરણમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા હતા. ખૂબ સૂકા હવામાનથી લઈને ભેજવાળા હવામાન સુધી, વર્તમાન અને પાછલા પુરાવા ઘણી વખત “ગ્રીન અરેબિયન દ્વિપકલ્પ”ના અસ્તિત્વની મક્કમતાનું સમર્થન કરે છે.