(એજન્સી)                                                        તા.૧ર

સઉદી અરબના શિક્ષા મંત્રાલયે દેશમાં હાજર ખાનગી અને આંતરરાષ્ટ્રીય સ્કૂલોના આચાર્યોને પદભ્રષ્ટ કરી સ્થાનિક લોકોને આ પદો ઉપર તૈનાત કરવાની સૂચનાઓ જાહેર કરી દીધી. અરબ ન્યૂઝના અહેવાલ અનુસાર સઉદી અરબના શિક્ષા મંત્રાલયે દેશભરમાં હાજર ખાનગી અને આંતરરાષ્ટ્રીય સ્કૂલોના આચાર્યોને પદભ્રષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ આ નિર્ણય ઉપર ૧૧ ઓગસ્ટ ર૦ર૦થી અમલ શરૂ થઈ ગયું છે. અહેવાલમાં જણાવાયું છે કે સઉદી અરબના ઉપશિક્ષામંત્રી ડોકટર અબ્દુર્રહેમાન અલઆસીએ સમગ્ર શિક્ષા સંસ્થાનોને આ નિર્ણય ઉપર અમલ કરવા અંગે પત્ર લખ્યો છે. ઉપશિક્ષામંત્રીએ શિક્ષણ સંસ્થાઓને સૂચનાઓ આપી છે કે બધી ખાનગી અને આંતરરાષ્ટ્રીય સ્કૂલોના આચાર્યોને ૧૧ ઓગસ્ટ ર૦ર૦ પછી પદભ્રષ્ટ કરી દેવામાં આવે. અહેવાલ મુજબ આ નિર્ણય નર્સરી, પ્રાઈમરી, મિડલ, અને પ્રોમિડલ સહિત શિક્ષાના બધા દરજ્જાઓ માટે નિયુક્ત  આચાર્યો અને મુખ્ય શિક્ષકો માટે લાગુ થાય છે. શિક્ષણ સંસ્થાઓને કહેવાયું છે કે સરકારની આ સૂચનાઓ બધા મૂડીરોકાણકારોને જણાવી દેવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે સઉદી સરકારે ગયા વર્ષે બધા મહત્ત્વપૂર્ણ નવી દિશા દેખાડવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય નીતિ અને સઉદી વિઝન ર૦૩૦ના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે નવા નિયમો જાહેર કરી દીધા હતા.