(એજન્સી) અનાદોલુ, તા.૨૩
તુર્કીની વસ્તુઓની સઉદી અરબમાં થતી નિકાસ અંકારાની કુલ વાર્ષિક નિકાસમાંની ફક્ત ૧.૮ ટકા જ છે. તુર્કીની અનાદોલુ એજન્સીએ સમાચારો આપ્યા હતા. એજન્સીએ આ ડેટા સઉદી જનરલ ઓથોરિટી ફોર સ્ટેટીક્સ ટ્રેડ એક્સચેન્જ અને ટર્કિશ સ્ટેસ્ટીકલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ૨૦૧૮ અને ૨૦૧૯ના વર્ષ માટે જાહેર કરાયેલ રિપોર્ટમાંથી મેળવ્યા હતા. રિપોર્ટ મુજબ સઉદી અરેબિયાની તુર્કીમાંથી કુલ આયાત ૨૦૧૮ના ૨.૭ બિલિયન ડોલરમાંથી ૨૦૧૯માં વધીને ૩.૧ બિલિયન ડોલર થઈ હતી. દરમિયાનમાં સઉદીની તુર્કી તરફ કુલ નિકાસ જે ૨૦૧૭માં ૨.૫૫ બિલિયન ડોલર હતી તે ૨૦૧૮માં વધીને ૩.૪ બિલિયન ડોલર થઈ હતી. મુખ્યત્વે તુર્કીમાંથી સઉદી તરફ ખાદ્ય વસ્તુઓ, કપડાઓ, તમાકુ, તૈયાર કપડા, બાંધકામના પથ્થરો અને માર્બલ અને ફર્નિચર માટેના લાકડાની વસ્તુઓની નિકાસ થાય છે. તુર્કીના વેપાર વિભાગમાંથી મળેલ ડેટા મુજબ દેશમાંથી સઉદી તરફની નિકાસ જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન ૧૮ ટકા ઘટી હતી. જે ૨૦૧૯ના ૨.૩ બિલિયન ડોલરથી ઘટી ૧.૯ બિલિયન ડોલર રહી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી સઉદી અરબમાં બિન અધિકૃત રીતે તુર્કીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની વાતો થઈ રહી હતી. આ વાતો કાઉન્સિલ ઓફ સઉદી ચેમ્બર્સ ઓફ કોમર્સ અજલન અલ- અજલનના અધ્યક્ષના સપ્ટેમ્બર મહિનામાં તુર્કીની વસ્તુઓની જાહેરમાં કરાયેલ બહિષ્કાર પછી વધી હતી.