(એજન્સી) રિયાધ, તા.૩
સઉદી અરેબિયા ગુરુવારે (૪ નવેમ્બર) વિશ્વનું પ્રથમ ફલાઈંગ મ્યુઝિયમ શરૂ કરશે. તે પુરાતત્વીય શોધોને પ્રકાશમાં લાવશે, અને ફલાઈંગ મ્યુઝિયમ હેઠળ તે રાજ્યની રાજધાની (રિયાધ) અને પ્રાચીન શહેર અલ-ઉલા વચ્ચેના વિમાન પ્રવાસ પર તેનું પ્રદર્શન કરશે. આ પ્રકારનું ફલાઈંગ મ્યુઝિયમ રોયલ કમિશન ફોર અલ-ઉલા અને રાષ્ટ્રીય ધ્વજ વાહક સાઉદીઆ વચ્ચેનો સંયુક્ત પ્રોજેક્ટ છે. જે અલ-ઉલામાં પુરાતત્વીય ખોદકામ દ્વારા શોધાયેલ કલાકૃત્તિઓના પ્રતિકૃતિ સંગ્રહનું પ્રદર્શન કરશે. સઉદી પ્રેસ એજન્સીના રિપોર્ટ અનુસાર બોર્ડ પરના મુસાફરો આર્કિટેક્ટેસ ઓફ એન્સિયન્ટ અરેબિયા નામની ડિસકરવરી ચેનલ ડોક્યુમેન્ટરી પણ જોઈ શકશે. આ મ્યુઝિયમ અલ-ઉલામાં થઈ રહેલા પુરાતત્વીય કાર્યના મહત્વ પર પ્રકાશ પાડશે, જો કે કમિશનનું માનવું છે કે આ સમયનો વિશ્વનો સૌથી મોટો પુરાતત્વીય પ્રોગ્રામ છે. કમિશનમાં પુરાતત્વ અને સાંસ્કૃતિક વારસા સંશોધન ટ્રીપના ડિરેક્ટર, રેબેકા ફૂટે ટ્રીપ દરમ્યાન ડોક્ટુયમેન્ટરી વિશેની માહિતી તેમજ પરિચય આપશે અને મ્યુઝિયમમાં દર્શાવવામાં આવેલી કલાકૃતિઓ વિશે સમજૂતી આપશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પુરાતત્વવિદો દ્વારા અલ-ઉલામાં મુખ્ય કાર્ય ચાલુ રહેશે. અને તેમ છતાં અમે અલ-ઉલાના ભૂતકાળની જટિલ પ્રકૃતિને સમજવાની શરૂઆત કરી રહ્યા છીએ. અલ-ઉલા એ અરબી દ્વીપકલ્પમાં એક છુપાયેલ રત્ન છે અને ધીમે ધીમે તેના રહસ્યો શોધી રહ્યા છીએ. હું સાઉદીઆ દ્વારા સંચાલિત મ્યુઝિયમ ઇન ધ સ્કાય ટ્રીપના પેસેન્જરો સાથે અમારા કામ વિશે વધુ માહિતી શેર કરવા આતુર છે. ફૂટેએ ટિપ્પણી કરતા જણાવ્યું. કમિશનના ચીફ ડેસ્ટિનેશન માર્કેટિંગ ઓફિસર ફિલિપ જોન્સે જણાવ્યું હતું કે સાઉદીઆ સાથે કામ કરવું એક સન્માનનીય બાબત છે તેમજ અલ-ઉલાના ઇતિહાસ વિશે વધુ જાણવા માટે આગામી થોડા મહિનામાં આવનારા તમામ મુસાફરો અને મુલાકાતીઓનું સ્વાગત કરવા આતુર હોવાનું કહ્યું.