(એજન્સી) તા.૧૩
સઉદી અરબિયાના ઔદ્યોગિક સેકટરે તેના વિશાળ વિદેશી કાર્યાબળ કામદારોને તેના રાજ્યના નાગરિકો સાથે બદલવાની ઝુંબેશમાં ૧,૯૦૦થી વધુ વિદેશ કામદારોને નોકરી પરથી બરતરફ કરીને પ૦૦ જેટલા સઉદી નાગરિકોને નોકરી પર રાખ્યા. ઔદ્યોગિક અને ખનીજ સંસાધનોના મંત્રી બંદર બિન ઈબ્રાહિમ અલ-ખોરાયેફે ગઈકાલે જાહેરાત કરી કે જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ સઉદીઓને નોકરી પર રાખવા અને વિદેશીઓને છૂટા કરવાના સંદર્ભમાં સકારાત્મક પરિણામો જોવાયા છે. અલ્લાહ સર્વશક્તિમાનનો આભાર અને તેની સાથે સતત સરકારી સમર્થન જે સામાન્ય રીતે આર્થિક સેકટર (ક્ષેત્ર)ને મળ્યું છે. જુલાઈ મહિનામાં કોરોના વાયરસની બગડેલી પરિસ્થિતિ છતાંય ઔદ્યોગિક ક્ષેત્રે ૪૭૧ સઉદીઓને નોકરી પર રખાયા અને ૧,૯૦૪ વિદેશીઓને છૂટા કરાયા. અલ-ખોરાયેફે ટ્‌વ.ીટમાં લખ્યું. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે કે ગયા મહિને કઈ રીતે સઉદી ઉદ્યોગે સરકારે આપેલી પહેલથી સઉદી નાગરિકોને રોજગારીની તકો ઉપરાંત ૧.૧પ અબજની સઉદી રિયાલ (૩૦૭ મિલિયન ડોલર)ના ક્ષેત્રમાં રોકાણ આકર્ષવામાં મદદ મેળવી હતી. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ રોગચાળાએ અખાત ઉદ્યોગોમાં પરિવર્તન લાવી દીધું છે. અને ગલ્ફ દેશો જે લાંબા સમયથી વિદેશી કામદારો ઉપર આધાર રાખે છે, પ્રાથમિક રીતે ખાસ કરીને દક્ષિણી એશિયાના દેશો જેવું કે પાકિસ્તાન લગભગ ૮૭ ટકાના સમગ્ર પાકિસ્તાની નાગરિકો જેઓ વિદેશમાં કામ કરતા હતા. તેઓ સઉદી અરેબિયા અને યુએઈમાં રહેતા અને કામ કરતા હતા. આ બદલાવમાં આગાહીઓ છે કે લગભગ ૧.ર મિલિયન વિદેશી કામદારોને નોકરી પરથી બરતરફ કરાયા હોવાના કારણે આ વર્ષે સઉદી રાજ્ય છોડી દેવું પડશે. જેનું મુખ્ય કારણ આ વિશ્વવ્યાપી રોગચાળો છે. સમગ્ર ગલ્ફમાં (અખાત) વિદેશીઓ માટે નોકરી છૂટી જવાના નુકસાનની ધારણા છે.