(એજન્સી) તા.૯
સઉદી અરબના રાજા અને બે પવિત્ર મસ્જિદોના કસ્ટોડિયન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદે શુક્રવારે કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ ખોરાક લીધો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ડૉકટર રાજાને વેક્સિન આપી રહ્યા છે. વિશ્વના અન્ય નેતા જેમણે કોરોનાની વેક્સિન લીધી છે. તેમાં પ્રથમ સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ રસી મેળવી છે. આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને જી ટીવી પર રસી લગાવવામાં આવી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનને પણ કોરોનાનો ખોરાક મળ્યો હતો. સઉદી અરબમાં રસીકરણની પ્રક્રિયા ડિસેમ્બર ર૦ર૦માં શરૂ થઈ હતની. ૧.પ લાખથી વધુ લોકોએ મફત વેક્સિન માટે નોંધણી કરાવી છે. ત્રણ તબક્કાના રસીકરણમાં દેશના નાગરિકો અને રહેવાસીઓને સામેલ કરવામાં આવ્યા છે. જે રસી મેળવવા ઈચ્છે છે.