(એજન્સી) તા.૧૯
ર૦ર૦ના બીજા ત્રિમાસીક ગાળામાં સઉદી અરેબિયાના તેલની નિકાસમાં ૬ર ટકાનો ઘટાડો થયો છે, રાજય સંચાલિત સઉદી સામાન્ય સત્તા આંકડા વિભાગે ગઈકાલે જાહેરાત કરી હતી, એક સત્તાવાર નિવેદનમાં અધિકારીઓએ કહ્યું કે આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં રાજયના તેલની નિકાસમાં આશરે ૭૪.૮ અબજ રિયાલ્સની રકમની આવક થઈ છે. વિશ્વનો સૌથી મોટો તેલ નિકાસકાર, સઉદી અરેબિયાના ક્રૂડ નિકાસમાં સતત ઘટાડો ચાલુ રહ્યો છે કારણ કે કોવિડના પરિણામે વૈશ્વિક માગમાં ઘટાડો થયો છે. રોઈટર્સએ મંગળવારે કહ્યું કે રાજયનો વાર્ષિક ફુગાવાનો દર જુલાઈમાં ૬.૧ ટકા પર પહોંચ્યો હતો, જે અગાઉના મહિનાની સરખામણીએ માત્ર ૦.પ ટકા વધુ હતું. પેટ્રોલિયમ નિકાસ કરનાર દેશોનું સંગઠન (ઓપીઈસી) અને તેની સાથી સંસ્થાઓ ઓપીઈસી+એ દરરોજ અભૂતપૂર્વ ૯.૭ મિલિયન બેરલ દ્વારા આઉટપુર કાપ્યું છે. જે વૈશ્વિક પુરવઠાના ૧૦ ટકા જેટલું છે.