(એજન્સી) તા.ર૧
સઉદી અરબની સરકારી સમાચાર એજન્સીએ રિપોર્ટ આપ્યો કે દેશના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગનને ફોન કર્યો અને જી-ર૦ના શનિવારે અને રવિવારે થનારા શિખર સંમેલનને સફળ બનાવવા માટે પરસ્પર પ્રયાસોમાં સમન્વય પેદા કરવાના ઉપાયો પર વિચાર કર્યો. જી-ર૦નું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે ર૧ અને રર નવેમ્બરે સઉદી અરબની યજમાનીમાં થઈ રહ્યું છે. સઉદી કિંગ અને તુર્ક રાષ્ટ્રપતિ આ વાત પર સંમત થયા છે કે બંને દેશોની પરસ્પર સમસ્યાઓના સમાધાન માટે મંત્રણા ચેનલ ખુલ્લી રાખવામાં આવશે. સઉદી અરબે આ શિખર સંમેલનથી મોટી આશાઓ લગાવી રાખી હતી પરંતુ માનવાધિકારના મુદ્દા યમન યુદ્ધ, પત્રકાર જમાલ ખાશોગીની હત્યા જેવા વિષયોના કારણે સઉદી અરબનું અપમાન થઈ રહ્યું છે. ટીકાકાર માને છે કે સઉદી રાજા તુર્ક રાષ્ટ્રપતિને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે શિખર સંમેલનની વચ્ચે જમાલ ખાશોગીનો મુદ્દો ના ઉઠાવે પરંતુ તેને અલગથી દ્વિપક્ષીય મંત્રણાઓના માધ્યમથી ઉકેલ લાવે.
સઉદી સરકારને ચિંતા છે કે જો તુર્કીએ જી-ર૦ના શિખર સંમેલનમાં ફરી જમાલ ખાશોગીથી હત્યાને મુદ્દો ઉઠાવ્યો તો વાતારણ વધુ ખરાબ થઈ જશે.