(એજન્સી) રિયાધ, તા.૭
સઉદી અરબના કાયદા વિભાગે માહિતી આપી છે કે જયારથી એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૯થી ઇલેક્ટ્રોનિક લગ્ન સેવા શરૂ કરાઈ છે ત્યારથી લગભગ ૪૦૦૦૦ ઈ-લગ્નો પૂર્ણ કરાયા છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે નવી સેવા શરૂ કરવાનો ઉદ્દેશ્ય સુરક્ષા સાથે લગ્નના દસ્તાવેજો નોંધવા, જેમાં લોકોને કોર્ટની ઓછામાં ઓછી મુલાકાત અને કૌટુંબિક પ્રક્રિયાઓ કરવી પડે. મંત્રાલયનું પોર્ટલ દંપતીની ડેટા અને અન્ય માહિતી ઓનલાઈન સ્વીકારે છે અને એ પછી લગ્નને અધિકૃત(મઝુન) કરવા અને બધા દસ્તાવેજો કરારોની ખરાઈ કરવા એક તારીખ ફાળવવામાં આવે છે. મંત્રાલય લગ્નના કરારોના પ્રિન્ટ એમના પોર્ટલ દ્વારા ઓનલાઈન મેળવવા પરવાનગી આપે છે અને સરકારી એજન્સીઓને લગ્નની ડેટાની ખરાઈ કરવા સક્ષમ બનાવે છે.
Recent Comments