મહુવા, તા.૨
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉગલવાણ ગામે રહેતા વેલજી રામજીભાઈ સિસારાની ઉમર થવા છતા તેની સગાઈ અને લગ્ન ન થતાં હોય અવાર-નવાર ઘરના સભ્યો સાથે બોલાચાલી અને ઝઘડા કરતો હતો ખાસ કરીને વેલજી સિસારાનાં મનમાં પોતાની સગાઈ અને લગ્ન બાબતે તેની ભાભી સોનલબેન વિઘ્નરૂપ હોવાની શંકા રહેતી હોઈ ગઈકાલે વાડીમાં કામકાજ દરમ્યાન વેલજી સિસારાએ ભાભી સોનલબેન સાથે સગાઈ અને લગ્ન બાબતે પુનઃ ઝઘડો થતા ઉશ્કેરાઈ જઈ વાડીમાં પડેલી ખંપાળી વડે સોનલબેન
(ઉ.વ.૨૮) પર જીવલેણ હુમલો કરી તેણીની હત્યા નિપજાવી હતી વેલજીએ સોનલબેન પર હુમલો કરતા વાડીમાં રહેલી તેની બહેન ત્રિવેણીબેન પણ વચ્ચે પડતા વેલજીએ તેણી પર પણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન તેનું પણ મોત નિપજ્યું હતું. આ અંગે પ્રવિણભાઈ રામજીભાઈ સિસારા (ઉ.વ.૩૭ રહે. ઉગલવાણ, તા. મહુવા, જિ. ભાવનગર) એ પોતાનો ભાઈ વેલજી રામજી સિસારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ખુટવડા પોલીસે હત્યાનો ગુનો નોંધી વેલજી રામજીભાઈ સિસારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.