(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સુરત જિલ્લાના કિમ-કુડસદ ખાતે મોટા ભાઈની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખી સગાભાઈની હત્યા કરી પોતે પણ રેલવે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે બનવા અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના જાનપુર જિલ્લાના વતની અને હાલમાં ઓલપાડ તાલુકાના કુડસદ ગામની રહેવાસી છોટેલાલ યાદવે કિમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં કુડસદ ગામ ખાતે રવીન્દ્ર તેની પત્ની અને નાનો ભાઈ અજય યાદવ એક જ ઘરમાં રહેતા હતા. સગા યાદવ એક જ ઘરમાં રહેતા હતા. સગા બે ભાઈઓ લુમ્સના ફેક્ટરીમાં નોકરી કરતા હતા. ત્રણેય વ્યક્તિઓ એક સાથે રહેતા નાના ભાઈ અજયનો રવીન્દ્રની પત્ની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. ભાભી અને દિયર વચ્ચેના અનૈતિક સંબંધોની જાણ સગાભાઈ રવીન્દ્રને થતા ભાઈઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. છેવટે અજય યાદવે રવીન્દ્રનું ગળું દબાણવી હત્યા કરી રૂમનો દરવાજા લઈ જઇ કોસંબા રેલવે ટ્રેક પર આવતી ટ્રેન નીચે પડતંુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.