(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.ર૯
લગ્ન કરવાની લાલાચ આપી ગરબાડા તાલુકાના જાંબુઆ ગામની ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, પટાવી ફોસલાવી અપહરણ કરી લઇ જનાર ગરબાડા તાલુકાના સીમળીયા બુર્ઝગ ગામના લંપટ યુવાને પોણાબે મહિના સુધી તેણીની મરજી વગર અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર સીમળીયા બુર્ઝગ ગામના કૈલેશભાઇ મકનાભાઇ પરમાર ગત તા.૩-૮-૨૦૧૮ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે જાંબુઆ ગામે ગયો હતો અને જાંબુઆ ગામની ૧૫ વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમના પાઠ ભણાવી પટાવી ફોસલાવી તેનું અપહરણ કરી લઇ ગયો હતો અને તા.૨૩-૯-૨૦૧૮ સુધી પોતાની પાસે રાખી અવાર નવાર તેણીની મરજી વિરુધ્ધ તેણીની સાથે શારીરીક સંબંધ બાંધી બળીત્કાર ગુજાર્યો હતો.
આ સંબંધે અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ પીડીત સગીરાએ ગરબાડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે સીમળીયા બુર્ઝગ ગામના કૈલેશભાઇ મકનાભાઇ પરમાર વિરુધ્ધ ઇપીકો કલમ તથા પોકસો એકટ કલમ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.