(એજન્સી) પણજી, તા.૩૧
ગોવામાં એક યુવતીને તેના મિત્ર સામે પાશવી હુમલો કરી બળાત્કારની ઘટનાના ત્રણ દિવસ બાદ પૂનાના ૧૧ પ્રવાસીઓએ એક ૧૬ વર્ષની છોકરીના બાગાબિચ પર ફોટા પાડવાની કોશિશ કરતા તેની સાથે બેઠેલા તેના ભાઈએ વિરોધ કરતાં પૂનાના પ્રવાસીઓએ છોકરીના ભાઈની મારઝૂડ કરી હતી. ત્યારબાદ તરત જ પોલીસે ૧૧ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. છોકરીના માતા-પિતા નજીકની હોટલમાં જમવા બેઠા હતા ત્યારે બંને સગીર ભાઈ-બહેન બાગાબિચ પર બેઠ્યા હતા તે સમયે પૂનાના ૧૧ પ્રવાસીઓએ તેમના ફોટા લેવાની ચેષ્ટા કરી હતી તે દરમિયાન થયેલ બોલાચાલી બાદ છોકરીના ભાઈની ધોલાઈ કરી હતી. પોલીસે પૂનાના ૧૧ શખ્સો સામે છેડછાડનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જેમાં બે શખ્સો ૧પ વર્ષની નીચેની વયના હતા. છોકરીના વાલીને ફરિયાદ બાદ પગલાં લેવાયા હતા. આરોપીઓ ગોવામાં ભાગવા જતા ઝડપી લીધા હતા. છોકરીના મોબાઈલમાં લીધેલા ફોટા બધા મોબાઈલ જપ્ત કરાયા છે. તેને ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. અગાઉ મધ્યપ્રદેશના ૩ પ્રવાસીઓને ર૦ વર્ષની યુવતી પર ગેંગરેપ બદલ પકડવામાં આવ્યા હતા.