કોલકાતા, તા.૧૯
પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગુંડપ્પા વિશ્વનાથે કોહલીની પ્રશંસા કરતાં કહ્યું કે, વિરાટ પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડવાની શાનદાર તક છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કોહલીએ દ.આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં પ૦૦થી વધુ રન બનાવી દ્વિપક્ષીય સિરીઝમાં આવું કરનાર વિશ્વો પ્રથમ બેટ્સમેન બન્યો. તેણે સિરીઝમાં ત્રણ સદીની મદદથી પોતાની ૩પમી વન-ડે સદી બનાવી. વિશ્વનાથે કહ્યું કે, કોહલીએ કમાલનું પ્રદર્શન કર્યું છે અને નિરંતરતા બતાવી છે. તે સતત સદી બનાવી રહ્યો છે. તેની પાસે સચિનનો રેકોર્ડ તોડવાની પૂરી તક છે પણ આ થોડું મુશ્કેલ હશે. તેમણે કહ્યું કે, રેકોર્ડ તૂટવા માટે જ બને છે. હું કોહલી માટે ખુશ છું અને સચિન પણ આનાથી ખુશ હશે. જો કે તેને હજી લાંબી સફર કરવાની છે. વિશ્વનાથે કહ્યું કે બધાને ખબર છે કે કોહલી શું કરી રહ્યો છે. તેની નિરંતરતા, રન બનાવવાની ભૂખ, આક્રમકતા કમાલની છે.
બેટ્સમેન મેચ સદી
સચિન ૬૬૪ ૧૦૦
પોન્ટિંગ પ૬૦ ૭૧
સંગાકારા પ૯૪ ૬૩
કાલિસ પ૧૯ ૬ર
કોહલી ૩૩૦ પ૬
અમલા ૩ર૦ પ૪
સચિનનો ૧૦૦ સદીનો રેકોર્ડ કોહલી તોડી શકે છે : વિશ્વનાથ

Recent Comments