(એજન્સી) જયપુર, તા. ૧૫
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી પર ધારાસભ્યોની ખરીદીનો આરોપ લગાતવતા કહ્યું છે કે, અમારા ડેપ્યુટી સીએમ સચિન પાયલટ ખુદ રાજસ્થાન સરકાર પાડવાની ડીલ કરી રહ્યા હતા. અમારા ધારાસભ્યોને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. મારી પાસે પુરાવા છે. લોકશાહીને ખત્મ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સચિન પાયલટ પર પ્રહાર કરતા અશોક ગેહલોતે કહ્યું કે, અમારે અમારા ધારાસભ્યોને ૧૦ દિવસ સુધી હોટલમાં રાખવા પડ્યા છે. જો તે સમયે અમે ના રાખ્યા હોત તો આજે જે માનેસરવાળો ખેલ થયો છે એ તે સમયે થવાનો હતો. રાત્રે બે વાગ્યે લોકોને મોકલવામાં આવી રહ્યા હતા. ખુદ ષડયંત્રમાં સામેલ નેતા સ્પષ્ટતા આપી રહ્યા હતા. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, અમારા ડેપ્યુટી સીએમ હોય અથવા પીસીસી ચીફ, તેમની પાસે જ્યારે ધારાસભ્યોની ખરીદીની જાણકારી માંગવામાં આવી તો સ્પષ્ટતા આપી રહ્યા છે. આ ખુદ ષડયંત્રમાં સામેલ હતા. દિલ્હીમાં બેઠેલા લોકોએ સરકાર પાડવાનું ષડયંત્ર રચ્યું. તેમણે મીડિયા સામે કહ્યું કે, “૨૦ કરોડ રૂપિયાનો સોદો કરવામાં આવી રહ્યો હતો. પ્રુફ છે. તેઓ ષડયંત્રનો ભાગ હતા. સચિન પાયલટ લીડ કરી રહ્યા હતા.” તેમણે કહ્યું કે, “સારું ઇંગ્લિશ બોલવું, સ્માઇલ આપવી આ પુરતુ નથી. દેશમાં હૉર્સ ટ્રેડિંગ ચાલી રહ્યું છે. આ દેશને બરબાદ કરશે. શું મીડિયાને દેખાતુ નથી?” તેમણે કહ્યું કે, “સોનાની છરી પેટમાં ખાવા માટે નથી હોતી.” સીએમ અશોક ગેહલોતે કહ્યું કહ્યું કે, “આજે સીબીઆઈ, ઇનકમ ટેક્સ, ઈડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હું તો ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યો છું. ૪૦ વર્ષની રાજનીતિ થઈ ગઈ. અમે તો નવી પેઢીને તૈયાર કરીએ છીએ. આવનારી કાલ તેમની છે. અમને પણ ઘણા રગડવામાં આવ્યા હતા. ૪૦ વર્ષ સુધી જેમણે સંઘર્ષ કર્યો, તેઓ આજે મુખ્યમંત્રી, કેન્દ્રિય મંત્રી અને પાર્ટીની ટોચ પર છે.” સચિન પાયલટ પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું કે, “લોકો કહે છે કે અમે નવી પેઢીને પસંદ નથી કરતા. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખુદ અશોક ગેહલોત તેમને પસંદ કરે છે. સાક્ષી છે કે જ્યારે પણ મીટિંગ થાય છે તો હું યુવાઓ અને એનએસયૂઆઈ માટે લડાઈ લડું છું. તેમને રગડવામાં નથી આવ્યા એટલે તેઓ સમજી શકતા નથી.