સુરત, તા.૧૫
સચીન પલસાણા રોડ હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝ રોડ નંબર ૧૨ ઉપર આવેલ ફેકટરીના ઓટલા પાસેથી ગઈકાલે મોડી રાત્રે શ્રમજીવી યુવકની ગળા, છાતી. પીઠ સહિતના શરીરના ભાગમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ છે.બનાવ અંગે સચીન પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સચીન સૂડા આવાસમાં રહેતા અમન ઓમપ્રકાશ પાંડે (ઉ.વ.૨૫) છુટક મજુરી કામ કરે છે. અમનની ગઈકાલે વહેલી સવારે ચારેક વાગ્યે સચીન પલસાણા રોડ હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝ રોડ નં-૧૨ પાસે આવેલ ફેકટરી પાસેથી તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યારાઓએ અમનને ગળા, છાપી, પીઠ, પાસળી, જાંઘ સહિતના શરીરના ભાગે સંખ્યા બંધ ઘા માર્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા સચીન પીઆઈ એન.એ.દેસાઈ સહિતના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા અને હત્યાનો ગુનો દાખલ કરી અગાળ તપાસ હાથ ધરી છે.