(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત છટ્ઠામાં દિવસે ઘટાડો થયો છે. સતત વધતા પેટ્રોલનાં ભાવ બાદ પ્રજાને આ ઘટાડાથી રાહત થઇ છે. પેટ્રોલમાં ૧૦ પૈસા અને ડીઝલમાં ૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલ ૮૧.૩૪ રૂપિયા અને ડીઝલ ૭૪.૮૫ રૂપિયાની કિંમતે મળી રહ્યું છે. જ્યારે મુંબઈમાં એક લિટર પેટ્રોલ ૮૬.૮૧ રૂપિયા અને ડીઝલ ૭૮.૪૬ રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં સતત છઠ્ઠા દિવસે પેટ્રોલની કિંમતોમાં ઘટાડાને કારણે ગત છ દિવસમાં પેટ્રોલ ૧.૪૯ રૂપિયા પ્રતિ લિટર જેટલું સસ્તું થયું છે. જ્યારે છ દિવસમાં ડીઝલમાં કુલ ૮૪ પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થઈ ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનાં સતત વધતા જતા ભાવ અને પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્વજનિક ક્ષેત્રની ઓએનજીસી અને ઓઆઇએલની તેલ અને ગેસ ઉત્પાદનની સ્થિતિની થોડાક દિવસો પહેલાં સમીક્ષા કરી હતી.
અમદાવાદ સહિત ગુજરાતનાં મોટા શહેરોના આજનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ
અમદાવાદમાં પેટ્રોલ રૂા.૭૮.૭૫ અને ડીઝલ રૂા.૭૮.૫૮
સુરતમાં પેટ્રોલના ભાવ રૂા.૭૮.૫૧, ડીઝલ રૂા.૭૮.૩૬
રાજકોટમાં પેટ્રોલના ભાવ રૂા.૭૮.૩૫, ડીઝલ રૂા.૭૮.૨૦
વડોદરામાં પેટ્રોલના ભાવ રૂા.૭૭.૮૩, ડીઝલ રૂા.૭૮.૨૬
ભાવનગરમાં પેટ્રોલના ભાવ રૂા.૮૦.૧૬, ડીઝલ રૂા.૭૯.૯૮
ગાંધીનગરમાં પેટ્રોલના ભાવ રૂ.૭૮.૮૧, ડીઝલ રૂા.૭૮.૬૮
જામનગરમાં પેટ્રોલના ભાવ રૂા.૭૮.૮૧, ડીઝલ રૂા.૭૮.૬૧
જૂનાગઢમાં પેટ્રોલના ભાવ રૂા.૭૯.૦૪, ડીઝલ રૂા.૭૮.૮૭
સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો : આજના ભાવો

Recent Comments