(એજન્સી) તા.૧૧
ઈઝરાયેલની કબજાવાળી પોલીસે પેલેસ્ટીનીઓની અલ-અક્સા મસ્જિદમાં પ્રવેશ કરવા અને સતત ત્રીજા અઠવાડિયાએ શુક્રવારની નમાઝ અદા કરવાથી રોક્યા છે.
પ્રત્યક્ષદર્શીઓએ ખુલાસો કર્યો કે જેરૂસલેમના ઓલ્ડ સિટીના બાહ્ય પ્રવેશ દ્વારો પર ઈઝરાયેલી કબજાવાળી પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને દરેક પેલેસ્ટીનીએ આ વિસ્તારમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવ્યા હતા. જૂના શહેરના માત્ર પેલેસ્ટીની રહેવાસીઓને મસ્જિદમાં પ્રવેશ કરવા અને શુક્રવારની પ્રાર્થના કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ઈઝરાયેલી પોલીસે દાવો કર્યો કે મસ્જિદ સુધી પહોંચવા પર પ્રતિબંધ ત્રણ અઠવાડિયા પહેલાં ઈઝરાયેલના કબજાવાળા અધિકારીઓ દ્વારા કોરોનાના પ્રસારથી લડવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન ઉપાયોનો ભાગ છે. લોકડાઉન ૧૪ ઓક્ટોબરે સમાપ્ત થવાનું છે. કોરોનાના પ્રકોપ પછીથી લગભગ ૧૦૦૦૦ પેલેસ્ટીની શુક્રવારની નમાઝ અદા કરે છે, જ્યારે મહામારી પહેલા ઓછામાં ઓછા પ૦૦૦૦ લોકો જુમ્માની નમાઝ અદા કરતા હતા. ઈઝરાયેલમાં કોરોનાની સંખ્યા હાલમાં ર૮૭,૮પ૮ છે જ્યારે ૧૮૮૬ લોકોનાં મોત થયા છે.