(એજન્સી) બગદાદ, તા.૬
ઈરાકી સરકારે મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં અન્ય પ૯ વ્યક્તિઓની સાથે સદ્દામ હુસૈનની મોટી પુત્રીનું નામ પણ સામેલ કર્યું છે. આ યાદીમાં ઈરાક અને લેવેન્ટમાં આવેલા ઈસ્લામિક સ્ટેટ, અલ-કાયદા અથવા ધ બાથ પાર્ટી સાથે સંકળાયેલા શંકાસ્પદોના નામ સામેલ છે. આ યાદીમાં જોર્ડનમાં રહેતી સદ્દામની પુત્રી રઘાદનું નામ પણ સામેલ છે.
પ્રસ્તુત યાદી અનુસાર ર૮ શંકાસ્પદો ૈંજીૈંજીના લડાકુઓ, ૧ર શંકાસ્પદો અલ-કાયદાના તથા ર૦ લોકો બાથ પાર્ટીના છે. તેઓને આ યાદીમાં તેમની સંસ્થાઓમાં રહેલી તેમની શંકાસ્પદ ભૂમિકાને સામેલ કરવામાં આવેલા છે. યાદીમાં સામેલ માન બાશૌર સિવાયના તમામ લોકો ઈરાકીઓ છે. માન બાશૌરએ લેબેનીઝ છે કે, જેના પર ઈરાકમાં લડાઈ કરવા માટે સાથી નાગરિકોની ભરતી કરવાનો આરોપ છે.
આ યાદી અનુસાર તેમાં સદ્દામની ફેડિયન પેરામિલિટ્રી સંસ્થાના ભૂતપૂર્વ અધિકારી ફેવાઝ મોહમ્મદ મુતલાક અને ગ્રુપના અન્ય વરિષ્ઠ સભ્યોનો પણ સમાવેશ થાય છે. સદ્દામની આ સંસ્થા પાછળથી ૈંજીૈંજી મિલિટ્રી કાઉન્સિલના નામે ઓળખાય છે. આ યાદીમાં ૈંજીૈંજીના નેતા અબુ બક્ર અલ-બગદાદીનું નામ સામેલ નથી. વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ આના જવાબ માટે સંપર્ક પણ સાધ્યો પરંતુ તેમને તેમાં નિષ્ફળતા સાંપડી.
અધિકારીના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિઓને મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં અદાલતી સત્તાધીશો અને સુરક્ષા સેવાઓ દ્વારા સામેલ કરવામાં આવેલ છે. જે નામોને અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવ્યા હતા, તેઓના નામ અત્યારે જાહેર કરવામાં આવ્યા છેે.
ૈંજીૈંજી લડાકુઓની દસ્તાવેજી યાદીમાં સામેલ આરોપીઓએ ઈરાકના અન્ય શહેર મોસુલ, નિનેવેહ, કિરકુક પ્રાંત, દિયાલા અને અન્બારમાં લડાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.