મોહાલી,તા. ૧૮
મોહાલીના મેદાન પર આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. કિંગ્સ ઇલેવને તેની છેલ્લી મેચમાં સૌથી મજબુત ગણાતી ટીમ ચેન્નાઇ સુપર પર માત્ર ચાર રન રોમાંચક જીત મેળવી લીધા બાદ ખુબ જ લડાયક મુડમાં છે. રવિચન્દ્રન અશ્વીનના નેતૃત્વમાં આ ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે. બીજી બાજુ સનરાઇઝે આ આઇપીએલમાં હજુ સુધી કોઇ પણ મેચ ગુમાવી નથી. પોતાની ત્રણેય મેચોમાં જીત મેળવી છે. તે જોતા આ મેચ પણ તે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
કિગ્સ ઇલેવનમાં ગેઇલ ફોર્મમાં આવી જતા હવે આશા વધી ગઇ છે. યુવરાજ સિંહ હજુ સુધી ધારણા પ્રમાણે દેખાવ કરી શક્યો નથી. આ ઉપરાંત સૌથી શક્તિશાળી ખેલાડી ફિન્ચ પણ હજુ સુધી ફ્લોેપ રહ્યો છે. મોહાલીમાં મેચને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. હજુ સુધીની મેચો ખુબ દિલધડક રહી છે. કારણ કે તમામ મેચોના પરિણામ છેલ્લી આવરમાં આવ્યા છે. ગઇકાલે રમાયેલી મેચમાં પણ મેચ છેલ્લા ઓવર સુધી પહોંચી હતી. જો કે અશ્વિન અને વિલિયમસન વધારે શાનદાર દેખાવ કરીને પોતાની ટીમને સરળ જીત અપાવવા માટે તૈયાર છે.