(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૩૦
જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયન સાથે સંકળાયેલા એક હોદ્દેદારે મંડળીના ગરીબ સભાસદો-સફાઈ કામદારોના ખૂનપસીનાથી આવતી રકમથી ચાલતી મંડળીમાં નાણાકીય ગેરરીતિઓ કરી હોવાના આક્ષેપ સાથે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ એક આસામીએ રજૂઆત કરી યોગ્ય તપાસની માંગણી કરી છે. જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયન સાથે સંકળાયેલા જામનગરના પ્રેમજીભાઈ બાબરિયાએ મંડળીના બંધારણ વિરૂદ્ધ પ્રમુખ રહીને મંડળીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાની તેમજ મંડળીના સભાસદોના પૈસાથી ખરીદવામાં આવેલી ઓફિસ હાલમાં તેઓના નામની મંડળીની ઓફિસ હોવાની રજૂઆત સાથે જામનગરના હરિશ કે. ચૌહાણે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી છે. આ રજૂઆતમાં ઉમેરવામાં આવ્યા મુજબ પ્રેમજીભાઈ મંડળીની એક ઓફિસમાં જિલ્લા સફાઈ કામદાર, અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસ યુનિયન, અખિલ ભારતીય બહુજન સમાજ તથા રાષ્ટ્રીય સફાઈ મઝદુર કોંગ્રેસ યુનિયન સહિતની ચાર સંસ્થા ચલાવે છે. તેઓ જિલ્લા સફાઈ કામદાર અને અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસ એમ બે યુનિયન ચલાવે છે જ્યારે તેમનો પુત્ર અનિલ બાબરિયા અખિલ ભારતીય યુવા જન સમાજ ચલાવે છે. આ ચારે સંસ્થાનો ખર્ચ મંડળીના હિસાબમાં ઉધારી દેવામાં આવે છે. જેમાં ટેલિફોન બિલ, લાઈટ બિલ, સ્ટેશનરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મંડળીના એક સભાસદે હાઈકોર્ટમાં પ્રેમજીભાઈ સામે કેસ કર્યા પછી તેઓને પ્રમુખપદેથી છૂટા કરવામાં આવ્યા તે સમયનો ખર્ચ પણ પ્રેજીભાઈએ મંડળીમાં ઉધાર્યો હતો. તેની રીકવરી કરવાની માગણી કરવામાં આવી છે. મંડળીના કારોબારી સભ્યો મંડળીના ખર્ચે ફરવા ગયા હતા તેનો કોઈ ઠરાવ કરવામાં આવ્યો ન હતો તેની પણ રીકવરી માટે માગ કરવામાં આવી છે. ઉપરાંત દર વર્ષે મંડળીના ૩પ૦ થી વધુ સભ્યોને અપાતી ભેટની ખરી કિંમત અને તેના બીલમાં પણ બહું મોટી ગોબાચારી કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હરિશ ચૌહાણે આ સિવાયની પણ કેટલીક ગરબડ કરવામાં આવી હોવાના આક્ષેપ કરી જિલ્લા રજિસ્ટ્રારને તેની યોગ્ય તપાસ માટે રજૂઆત કરી છે. આ રજૂઆતમાં ઉમેરવામાં આવ્યા મુજબ પ્રેમજીભાઈ મંડળીની એક ઓફિસમાં જિલ્લા સફાઈ કામદાર, અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસ યુનિયન, અખિલ ભારતીય બહુજન સમાજ તથા રાષ્ટ્રીય સફાઈ મઝદુર કોંગ્રેસ યુનિયન સહિતની ચાર સંસ્થા ચલાવે છે. તેઓ જિલ્લા સફાઈ કામદાર અને અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસ એમ બે યુનિયન ચલાવે છે જ્યારે તેમનો પુત્ર અનિલ બાબરિયા અખિલ ભારતીય યુવા જન સમાજ ચલાવે છે. આ ચારે સંસ્થાનો ખર્ચ મંડળીના હિસાબમાં ઉધારી દેવામાં આવે છે જેમાં ટેલિફોન બીલ, લાઈટ બીલ, સ્ટેશનરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મંડળીના એક સભાસદે હાઈકોર્ટમાં પ્રેમજીભાઈ સામે કેસ કર્યા પછી તેઓને પ્રમુખપદેથી છૂટા કરવામાં આવ્યા તે સમયનો ખર્ચ પણ પ્રેજીભાઈએ મંડળીમાં ઉધાર્યો હતો. તેની રીકવરી કરવાની માગણી કરવામાં આવી છે.