સબાહ સેન્ટર એ પુનરુત્થાન પામેલા ૭૦ વર્ષ પુરાણા લ્યુથેરન ચર્ચનું નવું નામ છે, જે અમેરિકાના ફ્રેન્કલિન પાર્કમાં આવેલું છે. તાજેતરમાં જ આ ચર્ચ મુસ્લિમોએ ખરીદી લીધું.
મૂળ બોસ્નિયાના વતની એવા ઈમામ શેખ સેનાદે આ નવા સેન્ટરમાં ઈબાદત કરે છે અને હાલમાં જ તેનો પ્રારંભ થયો ત્યારે આ સેન્ટરમાં પઢાયેલા પ્રથમ જુમ્આના ખુત્બામાં બોલતા ઈમામ સેનાદે વર્ણન કર્યું કે પયગમ્બર સાહેબ (સ.અ.વ.)એ મક્કાથી મદીના આવતાની સાથે જ કઈ રીતે મસ્જિદે કુબાની સંગે બુનિયાદ કરી હતી તેનું વર્ણન કર્યું હતું.
અલ્લાહની મસ્જિદનો વહીવટ તે લોકો જ કરી શકે છે જે અલ્લાહમાં તેમજ આખેરતમાં વિશ્વાસ ધરાવે છે અને તેમને અલ્લાહ સિવાય કોઈનો ભય નથી હોતો કારણ કે તેઓ જાણે છે કે સુબહાનવુ વ ત’આલા તેમનું માર્ગદર્શન કરશે. પશ્ચિમી દેશોમાં ઈસ્લામનો ભય અને મુસ્લિમો પ્રત્યે દ્વેષભાવ હોવા છતાં ત્યાં મુસ્લિમોને રાજીખુશીથી ચર્ચો વેચવામાં આવે છે. ખરેખર સર્જનહાર અલ્લાહ પાસે સાચો સંદેશ પહોંચાડવાના અનોખા માર્ગ છે.
પ્રથમ તસવીરમાં પૂર્વ લ્યુથેરન ચર્ચ કે જે હવે સબાહ સેન્ટર બની ચૂક્યું છે તેના બહારનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. જેમાં ચર્ચનું વિશાળ પ્રાંગણ પણ જોવા મળે છે.
બીજી તસવીર ચર્ચના અંદરના ભાગેથી લેવામાં આવી છે. જેમાં આ વિશાળ ચર્ચની બેઠકો અને મુખ્ય દ્વાર નજરે પડે છે. જો કે હવે આ ચર્ચ સબાહ સેન્ટરના સ્વરૂપમાં ઈસ્લામના ઉમદા આદર્શોનો પ્રચાર કરી રહ્યું છે.