(એજન્સી) મિદનાપુર, તા. ૧૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર પશ્ચિમ બંગાળના લોકોને ડોરસ્ટેપ સેવા પૂરી પાડવામાં કોઇ અડચણ ઉભી થવા દેશે નહીં. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમની સરકાર ડોરસ્ટેપ ડિલિવરીની સેવા સાથે બે અઠવાડિયામાં જ એક કરોડ લોકો સુધી પહોંચી ગઇ છે. ટિ્‌વટ્‌સની સિરિઝમાં બેનરજીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યના લોકો સુધી ડોરસ્ટેપ સેવા પુરી પાડવામાં આવતા તમામ અડચણોને દૂર કરશે. તેમણે ક્હયું કે, મને ખુશી થાય છે કે, માત્ર બે અઠવાડિયામાં જ સરકારી સેવા અને લાભોની ખાતરી કરવાના ડોરસ્ટેપ ડિલિવરીના કેમ્પ દ્વારે સરકારથી સંગ્ર બંગાળમાં ૧૦ હજારથી વધુ સ્થળોમાં એક કરોડથી વધુ લોકો સુધી પહોંચી શકાયું છે. હું દિલથી રાજ્યના તમામ અધિકારીઓ અને વોલેન્ટર્સનો આભાર માનું છું કે, તેઓ થાક્યા વિના ચોવીસ કલાક કામ કરીને આ વિશાળ ટાર્ગેટ પૂરો કર્યો છે. હું આમાં સામેલ થનારા દરેક લોકોનો પણ આભાર માનું છુ કે તેમણે આ કેમ્પસની સેવાનો લાભ લીધો છે.