(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
મેવાતી ઘરાનાના શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું માનવું છે કે, સંગીત અને ઈશ્વર એક-બીજાના પૂરક છે. ઈશ્વર વિના સંગીત અને સંગીત વિના ઈશ્વરની કલ્પના કરી શકાય નહીં. ઈશ્વરીય શક્તિમાં વિશ્વાસ રાખનારા પંડિત જસરાજ આઠમાં વિશ્વ થિએટર ઓલિંવકસના ર૩માં દિવસે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના જીવનના વિવિધ પાસાઓ અંગે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઘણીવાર સંગીતનું સારું લાગવું કે, ન લાગવું તે પણ ઈશ્વરના હાથમાં હોય છે. તેમણે પોતાના જીવન પ્રસંગનું વર્ણન કરતા કહ્યું કે, કોઈકે મને અલ્લાહ મહેરબાન ગીત ગાવા કહ્યું. મેં પણ આ અનુભૂતિને પોતાનામાં એકત્રિત કરવા આંખો બંધ કરી અને મારી અંદરથી અવાજ આવ્યો. અલ્લાહ ઓમ, અલ્લાહ ઓમ, મેં પૂરૂ ગીત પૂરૂં કરી પુત્રી દુર્ગાને ફોન કરી આ અંગે જાણકારી આપી. દુર્ગાએ કહ્યું કે, આ અનુભૂતિની માત્ર સમગ્ર દેશ નહીં પરંતુ પૂરી દુનિયાને છે. આજે પણ હું મારૂં ગીત અલ્લાહ ઓમથી જ શરૂ કરૂં છું. ઈશ્વરિય સત્તા પર ભરોસાની વાત કરતા પંડિત જસરાજે કહ્યું કે, તેમને ભગવાન કૃષ્ણએ પોતાના બાળ સ્વરૂપમાં દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે, આ પુજા-પાઠ, જપ-તપ બધુ અન્યોનું છે. પરંતુ તું જો ગાય છે. જસરાજ તે મારા સુધી જલ્દી પહોંચે છે.